કોઈ દિવસ કોઈનો જીવ લેશે.. જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે

  • સંતરોડ થી મોરવા હડફ તરફ જાતો મુખ્ય રોડ ઉપર પડેલા ખાડા ઓથી વધતા જતા અકસ્માત.
  • રસ્તાનું કરેલું સમારકામ રોડ પર પડેલા ડામરની લાઈનર પટ્ટી પરથી ટુવીલ બાઈક સ્લીપ મારતા તેમજ પડેલા ખાડામાં વાહન ચાલકોમાં વધતા જતા અકસ્માત.

મોરવા(હ), પંચમહાલના મોરવા હડફ તાલુકામાં સંતરોડ થી મોરવા તરફ જતા રસ્તા ઉપર અમુક જગ્યા એ એવી રીતે ખાડા પડ્યા છે. પરંતુ આ રસ્તા ઉપર અધિકારીઓ પણ અવરજવર કરતા હોય છે કે, જાણે અકસ્માતને નોતરવા માટે આમંત્રણ આપ્યું હોય એવું લાગી રહ્યું છે. તા.20 ફેબ્રઆરીના રોજ સાંજ ના 7 વાગ્યાની આસપાસ એક બાઈક સવાર મોરવા હડફથી સંતરોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે કસનપુર ગામે રસ્તા પર પડેલા ખાડાને કારણે બાઇક સવારને મોટો અકસ્માત નડ્યો હતો. આજુબાજુના સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ જગ્યાએ અવારનવાર રાત્રિના સમયે અનેક વાહન ચાલકોનો અકસ્માતાનો ભોગ બનતા હોય છે. સંતરોડ થી મોરવા હડફ તરફ જતા રસ્તાઓ ઉપર અનેક જગ્યાએ એવા મોટા મોટા ખાડા પડેલા છે કે જાણે જવાબદાર તંત્ર આ વાત થી અજાણ હોય અને તૂટેલા રોડ ની ખબર જ ના હોય એમ કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. જ્યારે જ્યારે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે ત્યારે નાના-મોટા ઠીગળા મારી દેવામાં આવે છે. નાના-મોટા ઉબડખાબડ ઠીગળાના કારણથી પણ અકસ્માત સર્જાઈ શકે છે. અને જે જગ્યાએ વધુ રસ્તો તૂટેલો હોય ત્યાં રસ્તો તૂટેલો એવો ને એવો જ રહી જતો હોય છે. વાહન ચાલકોની માંગ છે કે આ રસ્તો જે જે જગ્યાએ તૂટેલો છે, એ બધી જગ્યાએ જલ્દીથી સારો રસ્તો ભ્રષ્ટાચાર વગર સમારકામ કરવામાં આવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.