ગોધરા,
ગોધરા તાલુકાના ચિખોદ્રા ગામે મેશરી નદીના પટમાંં આવેલ રે.સર્વે. નં.350,351 અને 352 વાળી ખેતીની મજીન 1975માં ઈન્ડીયન કેમીકલ ફાર્મ કેમ્પસ એન્ડ કેમીકલના મેનેજીંગ ડીરેકટરએ જમીન માલિકો પાસેથી ખરીદી હતી. આ જમીનમાં કેમ્સને લગતી કામગીરી કરવામાં આવતી હતી. આ સંસ્થાના કામદારોને મેનેજીંગ ડીરેકટરે કાઢી મુકતાં સંસ્થાના ત્રણ ઈસમો કોર્ટમાં જતા ત્રણેયને પુન: સ્થાપિત કરવાના અને પગાર સહિતની રકમ આપવાનો આદેશ કરવામાંં આવ્યો. સંસ્થાના મેનેજીંગ ડીરેકટર રજની ભગત દ્વારા ભરત પટેલને સર્વે નં.350,351 અને 352ની જમીન નોટરી રૂબરૂ 2008 થી તમામ કાગળો માટે સત્તા આપતું સ્ટેમ્પ પેપર લખી આપેલ હતા. જેના આધારે ભરતભાઇ કાળાભાઈ પટેલ 2009માંં રહેણાંક હેતુ માટે હેતુફેર કરવા અરજી કરાઈ હતી. જેના આધારે પંચમહાલ જીલ્લા કલેકટરના હુકમ નંબર જમીન/એન.એ./એસ.આર.નંં.39/2008-2009 વશી 3535 થી 42 તા.16/12/2009ના રોજ હેતુફેર કરી શરત નં.14 થી ભરતભાઈ કાળાભાઇ પટેલને ઇન્ડીયન ફાર્મ કેમ્પના કુ.મુખ્યાતારના એફીડેવીટ કરી જમીનની ભવિષ્યમા ં નાણાંકીય જવાબદારી અદાલતી હુકમ ઉપસ્થિત થાય તો સ્વીકારી છે. તે જવાબદારી નોંંધ તેમના નામે કરવા જણાવી હુકમ કરવામાં આવ્યો હતો. આ જમીનોમાં નગર નિયોજક ગોધરાના તા.26/6/09ના પત્ર ક્રમાંક બીપી/ચિખોદ્રા/ગોધરા/546 મુજબ સ્થળે પ્લોટીંગ કરી પ્લોટેડના વેચાણ કરેલ છે.
આ જમીનમાં પાવર ઓફ એર્ટનીના આધારે સરકારી નીતિ નિયમો મુજબ સબરજીસ્ટાર ગોધરામાં પ્લોટના અલગ અલગ વેચાણ રર્જીસ્ટડ દસ્તાવેજો નોંધી લાખો રૂપીયા સ્ટેમ્પ ડયુટી વસુલ કરાઈ હતી. આ પ્લોટોની વેચાણની કાચી નોંધો મામલતદાર ગોધરા દ્વારા પાડતા વિજય કે.નાયર, સુભાષ આર.શાહ, મહેશ આંબાખુટવાલા કે.જે. સંસ્થાના કામદારો હતા. તેઓને પ્લોટોનું વેચાણ કરી કાચી નોંધો પાડયાનું ધ્યાને આવતાં મામલતદાર એ નં.જમન/વશી/2536/તા.11/5/2010 થી મનાઈ હુકમ થઈ આવવા કલેકટર પંચમહાલને જણાવેલ હતું. આ જમીનમાં રેવન્યુ રેકર્ડ મામલતદાર કચેરી ઈ-ધરામાં વેચાણ દસ્તાવેજની નોંધ પ્રમાણિત કરવામાં આવેલ નથી. આ જમીન હાલની સ્થિતીમાં નગર નિયોજક દ્વારા મંજુર કરેલ નકશા મુજબ રસ્તાઓ કોમન પ્લોટ હાલ ખુલ્લા છે અને વેચાણ થયેલ પ્લોટ ઉપર મકાન બનાવી લોકો રહે છે. પંચમહાલમાં આકારણીઓ નોંધાયેલ છે. લાઈટ બીલો ભરે છે. આર.સી.સી.રોડ પાણીની લાઈનો સહિતની સુવિધા ધરાવે છે. આ જમીનનો રેવન્યુ રેકર્ડ 7/12ના રેકર્ડ નોંધો નામંજુર થયેલ જણાઈ છે. ભરતભાઈની જવાબદારી જણાઈ છે. નોંધ માટે અપીલોમાં ગયેલા છે.
ઈન્ડીયન ફાર્મા કંપનીના મેનેજીંગ ડીરેકટર રજની ભગત કે પંચાયત / મામલતદાર / કલેકટર દ્વારા આજદિન સુધી સોસાયટીમાં રહેનારાઓને કુલ મુખત્યારનામા ( ભરતભાઈ કાળાભાઈ પટેલ ) ને આધારે થયેલ દસ્તાવેજ બાબતે કોઈપણ મતની નોટીસ આપવામાં આવી નથી.
ઈન્ડીયન ફાર્માના મેનેજીંગ ડીરેકટર રજની ભગત દ્વારા નવો રજીસ્ટર દસ્તાવેજ ગોધરાના ફિરદોસ કોઠીને કરી આપી તેમના નામે સીટી સર્વે ઓફિસમાં નવા રેકર્ડ ઉભા કરવા તેમના નામે અલગ-અલગ પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વાઈઝ અલગ-અલગ પાનીયા બનાવી રજની ભગત દ્વારા સોસાયટીના રહેનાર સાથે સીટીંગ કરવામાં આવ્યું છે. ગોધરા સબરજીસ્ટાર ભરતભાઈ કાળભાઈ પટેલના કુલમુખત્યાર નામના આધારે 441 પ્લોટના દસ્તાવેજોની નોંધણી કરી હોવા છતાં બીજી વખત રે.સર્વેં નં. 350, 351, 352ના રજીસ્ટર દસ્તાવેજ કરવામાં અને નોંંધ નંબર-537 થી મોહમદ ફિરદોસ અબ્દુલ હકીમ કોઠીના નામનું પાનીયું દાખલ કરી પ્રમાણિત કરેલ છે. ત્યારે આ કેસમાં અભ્યાસ કરી મોહમદ ફિરદોસ કોઠીનું નામ કમી કરી ભરતભાઈ પટેલ દ્વારા કરાયેલ પ્લોટના દસ્તાવેજોની નોંધ પાડવા જીલ્લા કલેકટરને રજુઆત કરાઈ.