કાલોલ તાલુકાના ચલાલી રોડ ઉપર ગેરકાયદેસર રીતેના સ્ટોકેજ પુન: ધમધમતા ખાણ-ખનિજ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ ???

કાલોલ, કાલોલ તાલુકાના ચલાલી ગામે ગેરકાયદેસર રેતી સ્ટોકેજ ખાતે ખાણ-ખનિજ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં કામગીરી બંધ કરાઈ હતી. તે રેતી સ્ટોકેજની કામગીરી પુન: ધમધમતી થઈ છે.

કાલોલ તાલુકાના ચલાલી રોડ ઉપર અનેક રેતી સ્ટોકેજમાં ગેરકાયદેસર રેતી સ્ટોક કરવામાં આવતો હોય છે. આવા રેતી સ્ટોકેજમાં ખનિજ માફિયાઓ ગોમા નદી માંથી રેતી ખનન કરી સ્ટોક કરીને ઉંચા ભાવે વેચાણ કરાઈ રહ્યું હોય આવા ગેરકાયદેસર રેતી સ્ટોકેજ ઉપર ખાણ-ખનિજ વિભાગ રેઈડ કરી કાર્યવાહી કરતા થોડા સમય માટે આવા રેતી સ્ટોકેજ બંધ થઈ જવા પામ્યા હતા. તેવા રેતી સ્ટોકેજ પુન: ધમધમતા થયા છે અને રેતીનો મોટા પ્રમાણમાં જથ્થો સ્ટોક કરીને ઉંચા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પંંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર રેતી સ્ટોકેજટ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આવા રેતી સ્ટોકેજટને કાયમી બંધ કરવામાં આવે તે જરૂરી છે.