ગોધરા, ગોધરા ગોન્દ્રા છકડાવાસમાં રહેતા વ્યકિતએ ફરિયાદીબેન સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર પૈસાની માંંગણી કરતા હોય અને શારીરિક માનસીક ત્રાસથી કંટાળી જઈ પરણિતાએ કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ આપધાતનો પ્રયાસ કરતાં આસપાસના માણસો આવી જઈ ઉતારીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ગોન્દ્રા છકડાવાસમાં રહેતા પરણિતા ખુશ્બુ મોહમંદ કામરાન છકડા જે બ્લુવેક સ્કુલમાં ખાનગી શિક્ષક તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હોય અને મોહમંદ કામરાન હનીફ છકડા સાથે 2011માં લગ્ન કરેલ હોય સંતાનમાં બે છોકરી હોય 20 ફ્રેબુઆરીના રોજ પતિ મોહમંદ કામરાન છકડાને કેમ સુઈ રહ્યા છો છોકરીઓને બજાર માંથી નાસ્તો લાવી આપો તેમ કહેતા નાસ્તો લેવા નથી જવાનો તેમ કહેલ છોકરીઓની ગાડીનું ભાડુ આપવાનું બાકી છે. તે આપો તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ગડદાપાટુનો મારમારી ધરમાં ચાલ્યા ગયા હતા અને સાંજે પતિએ આવીને મારે પૈસા કમાવવા જવાનુંં છે. તેમ કહીને પત્ની ખુશ્બુને માર માર્યો હતો. જેથી પત્ની ખુશ્બુ એ બન્ને છોકરીઓને ધરની બહાર મોકલી ધરનો દરવાજો બંધ કરી ઓઢણી વડે પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાધો હતો. ત્યારે આજુબાજુના માણસો દોડી આવીને નીચે ઉતારીને ખુશ્બુને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પતિ મોહમંદ કામરાન છકડા વિરૂદ્ધ શારીરિક માનસીક ત્રાસની ફરિયાદ નોંધાવા પામી છે.