મોરવા(હ), મોરવા(હ) તાલુકાના સંતરોડ ગામે સગીર દિકરીની છેડતીના ગુનામાં દે.બારીયાના તોયણીના આરોપી પોલીસે અટક જેલમાંં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપી દ્વારા કોર્ટમાંં જામીન અરજી મુકતા ત્રીજા એડીશનલ સેશન્સ જજ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી.
દે.બારીયાના તોયડી ગામના આરોપી અર્જુનભાઇ ભારતભાઇ બારીયાએ ફરિયાદીની સગીરવયની દિકરીને પોતાના બાઈક ઉપર અપહરણ કર્યું હતું અને અસાયડી ગામે રોડ સાઈડમાં ખેતરમાં લઈ જઈને સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. સગીરાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતા આરોપી નાશી છુટીયો હતો. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાતા આરોપી અર્જુન બારીયાની ધરપકડ કરી જેલમાંં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપી દ્વારા જામીન અરજી માટે કોર્ટમાં અરજી મુકતા આ જામીન અરજીની સુનાવણી ત્રીજા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરતાં આરોપી અર્જુન બારીયાની જામીન અરજી નામંજુર કરવામાં આવી.