દે.બારીઆ,દે.બારીઆ એસ.ટી. ડેપો વર્કશોપમાં પાર્ક કરેલી એસ.ટી.બસ વહેલી સવારે ચાલક ડ્રાઈવર ચાલુ કરવા જતાં ઓચિંતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. એસ.ટી.બસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બસ જવાળામાં લપેટાઈ હતી. એસ.ટી.બસનો ડ્રાઈવર સમય સુચકતા વાપરી બસમાંથી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો.
દે.બારીઆ એસ.ટી.ડેપો વર્કશોપ વિભાગમાં એસ.ટી.બસમાં આગ લાગી હોવાની જાણ દે.બારીઆ પાલિકા ફાયર વિભાગને થતાં તરત જ ફાયર ટીમ એસ.ટી.વર્કશોપ વિભાગ ખાતે પહોંચી આગ ઓલાવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ આગ એસ.ટી.બસમાં ફરી વળતા આખી બસ આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી. બસમાં લાગેલી આગ ઓલાવવા એસ.ટી.કર્મચારીઓ પણ કામે લાગ્યા હતા. સદ્ભાગ્યે એસ.ટી.ડેપો વર્કશોપ વિભાગમાં કોઈ મોટી જાનહાનિ કે વધારે કોઈ મોટુ નુકસાન થયુ નહિ હોવાની જાણકારી મળી છે.