જીએસટી કાયદામાં, સામાજિક દૂષણ, નફાખોરી પર પ્રતિબંધ, નો ઉપાય, કાયદાની કલમ ૧૭૧ છે. જીએસટી કોઉન્સિલની ૫૩ મિટિંગો મળી છે, જેમાં, વસ્તુ કે સેવાના, વેરા દર, ઘટાડવાનું સૂચનો પણ, કરવામાં આવ્યા છે. ક્યારેક, વેરા શાખ બાબતે પણ, ફેર વિચારણા કરી છે, નથી મળતી વેરા શાખ મળવા પાત્ર થાય, માટે, સૂચન કરેલ, જે, લોક્સભામાં પસાર કરી, કાયદો બન્યો અને અમલ પણ થાય છે. જીએસટી વેરા ઘટે અને વેરા શાખ મળવા પાત્ર થતાં, બંન્ને સંજોગોમાં, વસ્તુ અથવા સેવાની પડતર ઘટવાથી, વેચાણ કિંમત ઘટવી જોઈએ. સરકારે અમલ કરેલ, સામાન્ય ખરીદનારને, એવી વસ્તુ, કે, સેવા, એટલા પ્રમાણમાં સસ્તી મળવી જોઈએ. વેપારીએ, કે, ઉત્પાદકે, નફો વધારવાના બદલે, લાભ, આમ જનતાને, એટલા પ્રમાણમાં આપવો જોઈએ. તેથી, જીએસટી કાયદામાં, એન્ટિ પ્રોફિટીઍરિંગ, ની કલમ ૧૭૧, ઉમેરવામાં આવી છે.
વેપારીએ, કે, ઉત્પાદકે, કાયદાની કળમ ૧૭૧ ની જોગવાઈ પ્રમાણે, જીએસટી વેરો ઘટયો અથવા જે મળતી નહતી તે વેરા શાખ મળવા પાત્ર થતાં, નફો કમાવેલ હોય, તેવું પુરવાર થશે તો, જીએસટી વિભાગ દ્વારા, નફાના ૧૦% દંડ ભરવાનો છે, જો, કમાવેલ વધારાના નફાની રકમ, પોર્ટલ પર ૩૦ દિવસમાં જમા કરે તો, દંડ કરવામાં નહિ આવે.નફાખોરીનો અર્થ છે, વસ્તુ, સેવા કે, બન્નેની ઘટેલ પડતરથી, ઘટેલ કિંમતથી, થનાર લાભ, ગ્રાહકો સુધી પોહોચાડેલ નહિ હોય અથવા વેરા શાખ મળવાથી, પડતર ઘટી અને કિંમત ઘટી, તેમાંથી, થયેલ લાભ, ગ્રાહકો સુધી, પોહોચાડેલ નહિ હોય, તેથી, વેચનારને મળેલ આર્થિક લાભ, નફાખોરી છે.
નફાખોરી પ્રતિબંધિત કરવા, કેન્દ્ર સરકારે નેશનલ એન્ટિ-પ્રોફિટીઅરિંગ ઓથોરીટી (ગ્દછછ) ની રચના કરી હતી. જીએસટી વિભાગ દ્વારા અથવા કોઈ ગ્રાહક નફાખોરીની તકરાર, સત્તા મંડળને કરશે, ત્યારે, તપાસ કરી, યોગ્ય આદેશ અથવા નફાખોરી કરનારને દંડ કરશે. પણ, તારીખ ૧-૧૨-૨૦૨૨ અસ્તિત્વ રહ્યું નથી. જીએસટી કોઉન્સિલએ, સૂચના મુજબ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા ને, નફાખોરી ચકાસવા અધિકૃત કરેલ છે. કોઈ નોંધાયેલ વેપારી, વેરા દર ઘટાડો અથવા મળેલ વેરા શાખ કારણે, વસ્તુ કે સેવા કે બન્નેના, ઘટેલ પડતરના લીધે, ઘટેલ કિંમત તપાસશે. જો, નફાખોરી જણાશે તો, આગળની કાર્યવાહીમાં વેપારી પર, નોટિસ કાઢી ખુલાસો મેળવી, જરૃરિયાત પ્રમાણે, દંડનો આદેશ કરશે. નફાખોરી બાબતે, કેટલાક કરદાતાઓેને જીએસટી વિભાગે, નોટિસો આપી હતી. જીએસટી વિભાગે, આગળની કાર્યવાહી માંટે, ગ્દછછ સત્તામંડળને સોંપેલ હતી. ગ્દછછ સત્તામંડળે અરજદારોને સાંભળ્યા બાદ, નોટિસો આપી, દંડનો આદેશ કર્યો, જે, અરજદારોને માન્ય ન હતો. તેથી અરજદારો હાઈકોર્ટમાં અરજ કરી હતી.
હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, જેવા ધંધો કરતાં હિન્દુસ્તાન યુનીલિવર, નેસ્લે, જેવી, અન્ય, આંતરાષ્ટ્રીય કમ્પનીઓ, તથા, ભારતીય કંપનીઓ અને નોંધાયેલ વેપારીઓ છે. જેવોએ, જીએસટી કાયદાની ૧૭૧ કલમ અને નિયમો ૧૨૨, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૨૯, ૧૩૩ અને ૧૩૪ ની, બંધારણીય માન્યતા બાબતે અને ગ્દછછ સત્તા મંડળે ફટકારેલ નોટિસો અને દંડને, દિલ્લી હાઈકોર્ટમાં પડકારી હતી. બધાજ કેસ નેશનલ એન્ટિ-પ્રોફિટીઅરિંગ ઓથોરીટી (ગ્દછછ) પાસે, સુનવણીઓ થઈ બાદ, ગ્દછછ નો ચુકાદો, કંપનીઓના વિરુદ્ધમાં આવ્યો અને દંડ ની નોટિસ પણ ફટકારી હતી. દિલ્લી હાઇકોર્ટે ૨૯ જાનેવારી ૨૦૨૪ ના રોજ, કલમ ૧૭૧ અને નિયમો સૈદ્ધાંતિક યોગ્ય છે તેવો ચુકાદો આપ્યો. હાઈકોર્ટની ડિવિજન બેન્ચે, ગ્દછછ અવલોકનો પણ માન્ય રાખ્યા છે.