જાપાન, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સે લોકોનું જીવન સરળ તો બનાવ્યું જ છે સાથે લોકોના જીવન સાથે એવી રીતે વણાય ગયુ છે કે લોકો તેના વગર રહી શક્તા નથી. હવે તેની મદદથી લોકો જીવનસાથી શોધી રહ્યા છે. સ્પેનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મહિલાએ એઆઇની મદદથી તૈયાર કરવામાં આવેલ હોલોગામ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.
આ હોલોગ્રામ મહિલાએ પોતે ડિઝાઇન કર્યો છે. આ વિશ્વની પ્રથમ ઘટના છે. જેમાં એક મહિલા એઆઇ હોલોગ્રામ સાથે લગ્ન કરવા જઇ રહી છે. આ એક ઓબ્જેકટીવ ૩ડી તસ્વીર હોય છે. જેમાં પ્રકાશ દ્વારા એક તસ્વીર કોતરવામાં આવે છે. આ તસ્વીર કોઇપણ વસ્તુની હોય શકે તે પછી ડાયનોસોરની, હાથી અથવા માણસની પણ હોય શકે છે. હોલોગ્રામ સાથે લગ્ન કરવા જઇ રહેલ મહિલા આર્ટીસ્ટનું નામ એલિસિયા ફ્રેમિસ છે. જેણે એઆઇ જનરેટેડ હોલોગ્રામ સાથે લગ્ન કરનાર પ્રથમ મહિલા બની છે. તેઓએ લગ્ન માટે પહેલા વેન્યુ બુક કરાવ્યું છે. લગ્ન સમારોહ આ વર્ષે રોટરડૈમના એક મ્યુઝીયમમાં યોજાશે. ફ્રેમિસએ ભાવિ પતિનું નામ Ailex હશે.
મળતી માહિતી મુજબ ફ્રેમિસના લગ્ન રોમેન્ટીક નથી પરંતુ હાઇબ્રિડ કપલ નામનો તેમનો અક નવો પ્રોજેકટનો ભાગ છે. જેના કારણે એઆઇના યુગમાં પ્રેમ આત્મીયતા અને ઓળખની સીમાઓ સાથે પ્રયોગ કરવા માંગે છે. ફ્રેમિસ હાલ પોતાના લગ્નની તૈયારી કરી રહી છે. મે અથવા જુનમાં લગ્ન યોજાશે. ફ્રેમિસએ સોશ્યલ મીડિયા પર પોતાના પાર્ટનરનો ફોટો શેર કર્યો છે.ફ્રેમિસના જણાવ્યા અનુસાર હોલોગ્રામ અથવા રોબોટ સારા સાથી બની શકે છે. જેવી રીતે ફોનએ આપણું એકલતાપણુ દુર કર્યુ અને આપણા જીવનનો ખાલીપો દુર કર્યો તેવી રીતે હોલોગ્રામ પણ આપણા ઘરોની અંદર રહી વાતાવરણને વધુ સારૂ બનાવે છે. જે લોકોને કોઇનો સાથ જોઇતો હોય તો તે એક સામાન્ય માણસ સાથે એઆઇને પણ જીવનસાથી તરીકે પસંદ કરી શકે છે.
જાપાનમાં વર્ષ ૨૦૧૮માં ઓકીહિકો કોન્ડો નામના ૩૫ વર્ષીય વ્યક્તિએ હોલોગ્રામ પાર્ટનર સાથે લગ્ન કર્યા હતા. આ વ્યક્તિએ પોતાના લગ્નમાં ૧૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે આ વ્યક્તિનું કહેવું છે કે તેની હોલોગ્રામ પાર્ટનર તેની સાથે વાત નથી કરી રહી કારણ કે કંપની તેના માટે સોફટવેર સપોર્ટ આપતી નથી. ૨૦૧૫માં કેનેડાના મોન્ટ્રીયાલની એક મહિલા મારીયા જહોન્સને પોતાના લગ્ન માટે સ્વર્ગસ્થ પિતાનો હોલોગ્રામ બનાવ્યો હતો. હોલોગ્રામ પિતાએ મારીયાના લગ્નના દિવસે દિકરીનો હાથ વરના હાથમાં આપ્યો હતો.