- પિતા-પુત્રીને મરવા માટેની દુષ્પ્રેરણા આપનાર બે આરોપીઓના મૃતક દ્વારા ચિઠ્ઠીમાં ઉલ્લેખ થતાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- આરોપીઓ દ્વારા પૈસા પડાવવા ધમકી અને બ્લેકમેલ કરી ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ
ગોધરા,
ગોધરા તાલુકાના ભામૈયા પશ્ર્ચિમ ગામે તા.૧૮ ફેબ્રુઆરીના રોજ ગામના તળાવમાં પિતા-પુત્રીનુ ડુબી જવાથી મોત નીપજવા પામ્યુ હતુ. જેમાં નવો વળાકં આવ્યો છે. બે આરોપી ઈસમો દ્વારા મૃતક બળવંતસિંહ ઠાકોર પાસેથી રૂપિયા કઢાવવા માટે મોૈખિક અને ટેલીફોનક ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ આપી પૈસા કઢાવી લઈ મરવા માટે મજબુર કરતા ત્રાસથી કંટાળીને પુત્રી સાથે પિતાએ તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હોવાનુ સામે આવતા ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોધરા તાલુકાના ભામૈયા(પશ્ર્ચિમ)ગામે ૧૮ ફેબ્રુઆરીના રોજ ગામમાં રહેતા બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન સાથે તળાવમાં પુજાપો પધરાવવા જતાં અકસ્માતે પુત્રી ડુબતી હોય તેને બચાવવા જતાં પિતા બળવંતસિંહ ઠાકોર અને પુત્રી બંનેનુ મોત થયા હોવાની અકસ્માત મોતની ફરિયાદ નોંધાવવા પામી હતી. પરંતુ ભામૈયા(પશ્ર્ચિમ)ગામે પિતા-પુત્રીના મોત અંગેનો નવો વળાંક આવ્યો છે જેમાં બળવંતસિંહ ઠાકોરને બે ઈસમો મગનભાઈ સુંદરભાઈ વણકર(રહે.ભામૈયા, ગોધરા)તથા હાર્દિક જેનો મો.૯૯૦૯૮૮૫૮૦૦ વાળા દ્વારા મૃતક બળવંતસિંહ ઠાકોર પાસેથી પૈસા પડાવવા માટે મોૈખિક અને ટેલીફોનથી ધમકી આપવામાં આવતી હોય અને બ્લેકમેઈલ કરીને માનસિક ત્રાસ આપી પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને આ બંને ઈસમો દ્વારા મૃતક બળવંતભાઈ ઠાકોર પાસેથી પૈસા કઢાવી મરવા માટે મજબુર કરવામાં આવ્યા હતા જેના કારણે મૃતક બળવંતસિંહ ઠાકોર એ પોતાની પુત્રી સાથે ગામ તળાવમાં પડીને આપધાત કરવા મજબુર થયા હોવાનુ મૃતક બળવંતસિંહ ઠાકોર દ્વારા મરતા પહેલા લખવામાં આવેલ ચિઠ્ઠીના આધારે ખુલવા પામ્યુ છે. જેને લઈ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે આરોપીઓ મગનભાઈ સુંદરભાઈ વણકર અને હાર્દિક વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.