કલ્કી મંદિર: જ્યાં ભગવાનના જન્મ પહેલા સ્થાપિત કરાશે પ્રતિમા

ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશના સંભલમાં ગઇકાલે વડાપ્રધાન મોદીએ કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ એક એવું મંદિર બનશે જેમાં ભગવાન કલ્કીના જન્મ પહેલા તેમની મૂત મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. વિષ્ણુના ૧૦મા અવતારો માટે જુદા-જુદા ૧૦ ગર્ભગૃહો બનશે આ મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુના ૧૦મા અવતારો માટે ૧૦ અલગ અલગ ગર્ભગૃહ હશે. આ કલ્કીધામ મંદિર પરિસર પાંચ એકરમાં બનશે.

આ મંદિરનું નિર્માણ પણ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્તિથ બંશી પહાડપુરના ગુલાબી પથ્થરોથી થશે. ગુજરાતના સોમનાથ મંદિર અને અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પણ અહીંના પથ્થરથી થયું છે. કલ્કી મંદિરનું નિર્માણ ૧૧ ફીટ ઉંચા ચબૂતરા પર થશે. તેના શિખરની ઉંચાઇ ૧૦૮ ફીટ રહેશે. મંદિરમાં ૬૫ તીર્થોની સ્થાપના થશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નહીં કરાય. કલ્કી ધામમાં ભગવાન કલ્કીની નવી મૂતની સ્થાપના થશે. જ્યારે જુની કલ્કી પીઠ યથાવત રહેશે.