મહીસાગર અરવલ્લી જીલ્લાની સરહદે આવેલ મેઘરજ તાલુકાની બેલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આજે બાકોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મલેકપુર,આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જોઈએ જે હેતુ થી મહીસાગર અરવલ્લી જીલ્લાની સરહદે આવેલ મેઘરજ તાલુકાના બેલીયો ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ દ્વારા તમામ બાળકોને આજરોજ બાકોર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. સી.કે.સીસોદીયા અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસ નું શું મહત્વ છે, પોલીસ સમાજને કઇ રીતે ઉપયોગી થાય છે, પોલીસ કઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે અને કરાવે છે તે અંગેની સમજ આપી હતી.

પોલીસ કઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરીને અટકાવે છે, તે વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી. વિધાર્થીઓને પી.એસ.આઈ. દ્વારા તેમના હદય મા રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસને પોતાના મિત્ર સમજવા તે વિશે જાણકારી આપી હતી. બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું અને કોઈ ગુનેગાર ગુનો કરે તે તેને જેલમાં રાખવામાં આવે છે તેના વિશે પૂરી જાણકારી આપી હતી. પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ શાળાના આચાર્યએ જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, બાકોર પીએસઆઇ સી.કે.સીસોદીયા તેમજ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ બાળકો પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ખુશ જણાયા હતા. પોલીસ દ્વારા વિધાર્થીઓને ચોકલેટનું વિતરણ કરાયું હતું.