દાહોદ સ્ટેશન રોડ વિસ્તારની બે રેડીમેડ દુકાન માંથી ત્રણ તસ્કરો ચોરી કરી ધટના સીસી ટીવીમાં કેદ

દાહોદ, દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ બે રેડીમેડ કપડાની દુકાનમાં મધ્યરાત્રીના સમયે અજાણ્યા ત્રણ જેટલા તસ્કરોએ બંને દુકાનોને નિશાન બનાવી રોકડ રકમ તેમજ રેડીમેડ કપડાની ચોરી કરી લઈ નાસી જતા સમગ્ર ઘટના અને ત્રણ જેટલા તસ્કરો દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયા હોવાનું જાણવા મળે છે.

ગતરોજ મધ્યરાત્રીના 1:00 વાગ્યાના આસપાસ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ બે રેડીમેડ કાપડની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દુકાનના ધાબા ઉપરથી પ્રવેશ કર્યો હતો અને ધાબા ઉપરના દરવાજાનું લોક તોડી કાપડની દુકાનમાં પ્રવેશ કરી બંને દુકાનો માંથી રોકડા રૂપિયા તેમજ રેડીમેડ કપડાંની ચોરી કરી નાશી ગયા હતા. ત્યારે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા તસ્કરો નજરે પડ્યા હતા. ત્યારે તસ્કરોએ સીસીટીવી કેમેરા અને ડીવીઆર સાથે પણ છેડછાડ કરી હતી. ઘટનાને પગલે વહેલી સવારે દુકાનદારો પોતાની દુકાનો તરફ દોડી ગયા હતા. સ્થળ પર આસપાસના દુકાનદારો પણ ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધવાની કરવાની તજવીજ હાથ ધરી છે.