શહેરા તાલુકા પંચાયત હોલ સ્વયં સહાય જુથો અને સખી મંડળની બહેનોને સરકારની યોજનાની માહિતી અપાઈ

શહેરા,શહેરા તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ નારી શક્તિ વંદના, સ્વયં સહાય જુથો, સખી મંડળની બહેનોને ભાજપ સરકાર ની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ તેમજ જીલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી કૈલાશબેન વાળંદ ના હસ્તે સખી મંડળ સહીતની બહેનોને સ્વદેશી કીટ વિતરણ કરવામા આવી હતી.