કાલોલ આરોગ્ય વિભાગે વેજલપુર ગામે બે કિલનીક અને હોસ્પિટલમાં રેઈડ કરી સ્કીનીંગ મશીન સીઝ કરવામાં આવ્યા

કાલોલ, કાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર ગામે બે કિલનીક અને એક હોસ્પિટલમાં રેઈડ કરી સ્કીનીંગ મશીન ઉપયોગ કરવાના લાયસન્સ કે દસ્તાવેજ નહિ મળી આવતાં મશીન સીઝ કરવામાં આવ્યા.

કાલોલ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર ગામે આવેલ દત્ત હોમિયો કિલનીક, શ્રી વલ્લભ કિલનીક અને ર્ડા. રાકેશ.પી.શાહની હોસ્પિટલમાં રેઈડ કરવામાંં આવી હતી. તપાસ દરમિયાન કિલનીક અને હોસ્પિટલ માંથી સ્કીનીંગ મશીન મળી આવ્યા હતા. આ સ્કીનીગ મશીન દર્દીઓના અવયવો ચેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતાં હતો. પરંતુ સ્કીનીંગ મશીન ઉપયોગ કરવા માટે લાયસન્સ અને જરૂરી દસ્તાવેજ નહિ મળી આવતાંં આવા મશીનને સીઝ કરવામાં આવ્યા હતા અને લાયસન્સ કે જરૂરી દસ્તાવેજ વગર રાખવામાં આવેલ મશીન અંગે કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો : રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયા : મોતીબાગ પરથી તેઓનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું.