ગોધરા,\ ગોધરા તાલુકાના સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જવા અને શારીરિક શોષણ કરવાની ગોધરા તાલુકા પોલીસ મથકે કાલોલ તાલુકાના શોષણના આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો અને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતા જીલ્લા બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને ત્રણ વર્ષ 6 માસની સજા ફટકારવામાં આવી.
ગોધરા તાલુકા સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાના ઈરાદે કાલોલ તાલુકાના રાયણ ગામે રહેતા આરોપી બલુભાઇ કનુભાઇ નાયક ભગાડી ગયો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોૈધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 363,366 અને પોકસો અધિનિયમ 12 મુજબ ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે આરોપી બલુભાઇ કનુભાઇ નાયકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ જીલ્લા ચોથા એડીશીનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી મદદનિશ વકિલ આર.એમ.ગોહિલએ ફરિયાદી ભોગ બનનાર, પંચ અને તેમજ તપાસ કરનાર અધિકારીઓની જુબાનીના આધારે કોર્ટ દ્વારા આરોપી બલુભાઇ નાયકને તકસીરવાન ઠેરવી 3 વર્ષ 6 માસની સખત કેદની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.