ગોધરા,ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ખાસ કરીને ધોરણ 10 આ વર્ષે બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે બોર્ડના સેન્ટરમાં કઈ કઈ પ્રકારે પરીક્ષામાં વ્યવસ્થા હોય તેમજ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માં કોઈ ડર કે તણાવના રહે એ હેતુથી ગોધરા ખાતે વાવડી બામરોલી લિંક રોડ પર આવેલ પાલઝમાં સ્કૂલ ખાતે પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું હતું.જેમાં સંસ્થા દવારા પોતાની સ્કૂલ તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે પણ ફ્રી માં આ પરીક્ષા નું આયોજન કર્યું હતું .જેમાં શાળા દવારા બાળકો ને તિલક કરી પેન આપી સ્વાગત કરાયું હતું તેમજ બારકોડ સ્ટીકર કઈ રીતના લગાવવું તેમજ બોર્ડની પરીક્ષા જેવી પુરવણી તેમજ બોર્ડ ની પરીક્ષા માં સ્કોડ તમેજ સુપર વિજન આ તમામ પ્રકારની વ્યવસ્થા પ્લાઝ્મા સ્કૂલ દવારા કરવામાં આવી હતી.આ પ્રિ બોર્ડ પરિક્ષા લેવાનો હેતુ જણાવતા શાળાના સંચાલકો એ જમાવ્યું હતું કે ધોરણ 12 માં જે વિદ્યાર્થી ભણે છે તેઓ એ તો ધોરણ 10 માં બોર્ડ ની પરીક્ષા આપી ને આવ્યા છે પરંતુ ચાલુ વર્ષે ધોરણ 10માં જે લોકો બોર્ડ ની પરીક્ષા આપવાના છે તેમના માટે બોર્ડ ની પરીક્ષા નું નામ સાંભળીને ઘભરાઈ જતા હોય છે .જેના કારણે અમે પાલઝમાં સ્કૂલના સંચાલકોએ પોતાની સ્કૂલ તો ખરી પણ બીજી અન્ય શાળાના બાળકો માટે ભય રહિત મુક્ત મને સારી રીતે ગોધરાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી આ પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે ધોરણ 10 ના બાળકો ને મોટિવેશન મળે તે હેતુથી સ્કૂલના સંચાલક રોનકભાઈ પ્રજાપતિ તેમજ રાકેશભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ એ પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરી શકાય અને ઓછા સમયમાં કઈ રીતે ડર વગર પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરાય તે અંગે નું માગર્દશન વિદ્યાર્થીઓ ને આપ્યું હતું.