દે.બારીયા શહેરમાં દુષિત પીવાનું પાણીનો વર્ષો જુનો પ્રશ્ન કયારે અને કોણ હલ કશરે પણ ખરાં ???

દે.બારીયા, દે.બારીયાની નગર પાલિકાની પાણી પુરવઠા શાખા નદીના પટ પર વોટર્સ વર્કસનો સંચાલન કરે છે. પાલિકાના દ્વારા વર્ષો પહેલા વોટર્સ વર્કસ પાસે જ કરોડોનો ખર્ચ કરીને વોર્ટસ પાણી ફિલ્ટર પ્લાન્ટ લાવવામાં આવ્યો હતો. હાલમાં આ પ્લાન્ટ ચાલુ હાલતમાં છે કે પછી બંધ છે. તેની સચોટ માહિતી મળી નથી. પરંતુ છેલ્લા ધણા વર્ષોથી શહેરના દરેક વિસ્તારોમાં કાદવ કિચડવાળો દુષિત પીવાનું પાણી સપ્લાય થઈ રહ્યો છે. જેથી સાબિત થાય છે કે, એ આમ જનતા માટે શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ માટે ફિલ્ટર પ્લાન્ટ લાખ્ખોના ખર્ચે વસાવ્યો હતો. તેની સુવિધા આજ સુધી શહેરની જનતાને મળી નથી. દેશ આઝાદ થયે આપણે 75મી વર્ષ ગાંઠ મનાવી રહ્યા હોવા છતાં દે.બારીયાના શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી હજુ સુધી મળી શકયું નથી. ગુજરાતની ગતિશીલ અને સંવેદનશીલ સરકારના ઉચ્ચપદના અધિકારીઓ દે.બારીયા શહેરની આમ જનતાને શુધ્ધપાણી મળે તેવો સંવેદશનકીલતા દાખવશે ખરા પાલિકાનો તંત્ર આ દુષિત પાણી માટે ગંભીરતા કયારે દાખવશે પણ ખરા તે તો આવનારો સામય બતાવશે.

શહેરીજનોને ત્રીજા દિવસે દોઢ થી બે કલાક પાણીનો પુરવઠો આપવામાં આવે છે. પરંતુ પ્રશ્ર્ન 10 થી 15 મીનીટ પીવાનુંં દુષિત કાદવ કકાળુ ડીમાંગ દુષિત પ્રથમ નજરે પીવાના ઉપયોગ માટેના લેવાય તેવુંં પાણી આવે છે. કાદવ અને દુર્ગંધ ફેલાવું પાણી કઈ રીતે પીવાના ઉ5યોગમાં લઈ શકાય તે યક્ષ પ્રશ્ન છે. જેથી વર્ષોથી દુષિત પાણીની સમસ્યાનુંં કયારે અને કેટલી જલ્દી નીજાત મળી શકશે પણ ખરી કે પછી પાલિકાની ચુંંટણી આવશે ત્યારે મોટી મોટી વાતો કરી વોર્ટસને છેતરવામાં આવશે તેવુંં શહેરી આમ જનતામાં ગણગણાટ સાંભળવામાં મળી રહ્યો છે. હાલના નવા બજેટમાં પીવના પાણી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે તેમાંથી 50 ટકા શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેવી પાલિકાના હાલના વહીવટી અધિકારીઓ તજવીજ હાથ ધરશે ખરાં ? આમ શહેરી જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે. ગુજરાતની સંવેદન અને ગતિશીલ સરકાર ગ્રાન્ટ ફાળવ દે છે. પરંતુ વહિવટી અધિકારીઓ કેટલી સંવેદન શીલતા દેખાડે છે. તે તો આવનારો સમય બતાવશે.