લોક્સભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ ૧૧ ઉમેદવારોની કરી જાહેરાત

ગાઝીપુર, આગામી લોક્સભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ વધુ ૧૧ ઉમેદવારોની જાહેરાત કરી છે. અખિલેશ યાદવની પાર્ટીએ મુઝફરનગર અને ગાઝીપુર જેવી મહત્વની લોક્સભા સીટો ઉપર પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. હરેન્દ્ર મલિકને મુઝફરનગરથી અને મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને ગાઝીપુરથી ટિકિટ આપવામાં આવી છે.

સપાએ શાજહાંપુરથી રાજેશ કશ્યપને, ઉષા વર્માને હરદોઈથી, મિશ્રીખથી લોક્સભા સીટ માટે રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરીના નામની જાહેરાત કરી ચે. આ સાથે પ્રતાપગઢથી એસપી સિંહ બઘેલને તેમજ બહરાઈચથી રમેશ ગૌતમ, ગોંડાથી શ્રેયા વર્મા, ચંદૌલીથી વિરેન્દ્ર સિંહ, અને આંવલા લોક્સભા સીટથી નિરજ મૌર્યને ઉમેદવાર તરીકે જાહેર કરી ટિકિટ આપવામાં આવી છે.