નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવી રહ્યા છે. આજે એટલે કે સોમવારે (૧૯ ફેબ્રુઆરી) ના રોજ ગોલ્ડ ૨૫૦ થી ૨૭૦ રૂપિયા સુધી મોંઘું થયું. દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવ વધીને ૬૨,૬૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા. તો બીજી તરફ આજે ૨૨ કેરેટ ગોલ્ડનો ભાવ ૫૭,૪૫૦ રૂપિયા છે.
તમને જણાવી દઇએ કે ૨૮ ડિસેમ્બરના રોજ ગોલ્ડનો ભાવ ઓલટાઇમ હાઇ ૬૪,૨૫૦ રૂપિયા પર હતો. અહીંથી સોનાના ભાવામાં ૧૫૮૦ રૂપિયા સુધી ઘટાડો થયો છે. એવામાં તમે સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ લેટેસ્ટ પ્રાઇઝ જરૂર જાણી લો.
સોમવારે દિલ્હી અને મુંબઈમાં ચાંદીના ભાવ માં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ રૂ.૫૦૦ ઘટીને રૂ.૭૬,૦૦૦ થયો હતો. પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. અગાઉ ૧૪ ફેબ્રુઆરીના રોજ પ્રતિ કિલોગ્રામના ભાવમાં ૧૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો અને ચાંદીનો ભાવ ૭૪,૦૦૦ રૂપિયા પહોંચ્યો હતો. હાલમાં ચેન્નાઈમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૭૭,૫૦૦ રૂપિયા છે. અહીં ચાંદીની કિંમત દેશમાં સૌથી વધુ છે.
આંતર રાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું અંતર જોવા મળે છે. સોમવારે કોમેક્સ પર સોનું ૬.૫૦ ડોલર વધીને ૨૦૩૨.૬૫ પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ ૨૩.૧૬ ડોલર પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ થઇ રહી છે.
શહેર | ભાવ (19 ફેબ્રુઆરી) | ભાવ (18 ફેબ્રુઆરી) | અંતર |
દિલ્હી | 57,600 | 57,350 | +250 |
મુંબઇ | 57,450 | 57,200 | +250 |
ચેન્નઇ | 58,000 | 57,800 | +250 |
કલકત્તા | 57,450 | 57,200 | +250 |
હૈદ્વાબાદ | 57,450 | 57,200 | +250 |
બેંગલુરૂ | 57,450 | 57,200 | +250 |
પુણે | 57,450 | 57,200 | +250 |
અમદાવાદ | 57,450 | 57,200 | +250 |
લખનઉ | 57,450 | 57,200 | +250 |
ભોપાલ | 57,450 | 57,200 | +250 |
ઇન્દોર | 57,450 | 57,200 | +250 |
રાયપુર | 57,450 | 57,200 | +250 |
બિલાસપુર | 57,450 | 57,200 | +250 |
ચંદીગઢ | 57,450 | 57,200 | +250 |
જયપુર | 57,450 | 57,200 | +250 |
પટના | 57,450 | 57,200 | +250 |