તોડકાંડ: તરલ ભટ્ટની કરતૂતનો પર્દાફાશ, રૂ.૨ લાખમાં ભાડે આપ્યું હતું એકાઉન્ટ

જુનાગઢ, તરલ ભટ્ટની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. જેમાં માણાવદરમાં ન્યૂડ કોલ કેસમાં તપાસમાં ઢીલ મુકી છે. આરોપી ઝડપાયા બાદ તપાસમાં ઢીલી નીતિ અપનાવામાં આવી છે. જેમાં આરોપીના એકાઉન્ટમાં રૂપિયા ૬૫ કરોડ હતા. તેમાં એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું ખૂલ્યું છે.

ગુજરાતની મોટી પેઢીના નામે એકાઉન્ટ હતું. તેમજ રૂ. બે લાખમાં એકાઉન્ટ ભાડે આપ્યું હતું. જેમાં અલગ અલગ ૨૦થી ૨૨ ખાતામાં વ્યવહાર થયો હતો. તેમજ આ એકાઉન્ટ કોણ ઓપરેટ કરતું હતું તે અંગે તપાસ થઇ રહી છે.

ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન અનેકકાંડ કરી ચૂકેલાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને તેમની પડખે ચઢેલાં જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલ અને હથિયારી ASI દિપક જાનીએ એક મહા તોડકાંડ રચ્યો હતો. તોડકાંડના સૂત્રધાર તરલ ભટ્ટએ આપેલી ૩૩૫થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની વિગતોના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC ૯૧ અને CRPC ૧૦૨ હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી જમા રકમ અને લેવડ-દેવડની કુલ રકમના આંકડા અનુસાર લાખો રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકિક્ત કેરળના અરજદાર કાતક ભંડારીની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાએ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ૨૬ જાન્યુઆરીના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.