ગોધરા,
ગુજરાત રાજ્ય વિધાનસભાની ચુંટણી નજીક આવતાં રાજકીય પક્ષો દ્વાર ચુંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ માંથી ચુંટણી લડવા ઉચ્છુક ઉમેદવારો દ્વારા લોબીંગ શરૂ કરવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લામાં રાજકીય પાર્ટીઓમાં ચુંટણી પાંચ વિધાનસભા બેઠક માટે લડવા ઉચ્છુક ઉમેદવારો રાફડો ફાટશે. જીલ્લાના કોગ્રેંસ માંથી વિધાનસભા ચુંટણી લડવા 56 જેટલા દાવેદારો મેદાને ઉતર્યા છે.
પંચમહાલ જીલ્લાના તાલુકાઓમા પાંચ વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચુંટણીના 1 વર્ષ અગાઉ થી તમામ તાલુકાઓમાં અને શહેરોમાં કોગ્રેંસના સંગઠન, ચુંટણીલક્ષી અને બુથ મેનેજમેન્ટની કામગીરી કરવામાં આવી છે અને કોગ્રેંસ પાર્ટી દ્વારા વિધાનસભા ચુંટણી બુથ એજન્ટ માટે તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પંચમહાલ જીલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે અનેક દાવેદારો વિધાનસભા ટીકીટ માટે મીટ માંડી રહ્યા છે. કોગ્રેંસ પાર્ટી દ્વારા જીલ્લાની સાત બેઠકો માટે મહત્વકાંક્ષી ઉમેદવારોને સાંભળવા આવ્યા છે. જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કોંગે્રસ પાર્ટી માંથ્ી 56 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટેના દાવેદાર ઉમેદવારોના બાયોડેટા ગુજરાત કોગ્રેંસ કમીટીને મોકલી આપવામાં આવ્યો છે અને આગામી ટુંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક મુજબ ઉમેદવારોની દાવેદારી જોવા જોઈએ તો શહેરા બેઠક માટે 10 ઉમેદવાર, ગોધરા બેઠક માટે 15 ઉમેદવારો, મોરવા(હ) બેઠક માટે 4 ઉમેદવાર, કાલોલ બેઠક માટે 15 ઉમેદવાર અને હાલોલ માટે 12 જેટલા ઉમેદવારો મળી કુલ 56 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે, વિધાનસભા મત વિસ્તારમાં કયા ઉમેદવાર જીતી શકે છે. મતદારોનો જોક કયા ઉમેદવાર તરફ રહે છે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કયા ઉમેદવારને ટીકીટ કોગ્રેંસ પાર્ટી દ્વારા આપવામાં આવે છે તે જોવું રહ્યું.