ગોધરા-વડોદરા રોડ ઈન્ડીયન પેટ્રોલ પંપ સામે બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલકનું મોત

ગોધરા,ગોધરા-વડોદરા રોડ પોપટપુરા ગામે ઈન્ડીયન પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી બાઈક લઈને પસાર થતા ચાલકે પોતાનું વાહન રોડ ઉપર સ્લીપ ખવડાવીને પોતાના શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-વડોદરા હાઈવે રોડ પોપટપુરા ગામે ઈન્ડીયન પેટ્રોલ પંપ સામેથી પસાર થતી બાઈક નં.જીજે.17.સીસી.4650ના ચાલક મહેશભાઇ ખાતુભાઇ વણકર ઉ.વ.25 (રહે. રીછીંયા વાટા, કાલોલ) પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર સ્લીપ ખવડાવી શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા દવા સારવાર માટે ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.