મહીસાગર,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલાડીઓ માટે જુદી જુદી યોજના અમલમાં છે જેમાં વર્ષ 2022-2023 ના રાષ્ટ્ર કક્ષાના વિજેતા તેમજ ભાગ લીધેલ ખેલાડીઓને શિષ્યવૃતિ અને વૃતિકા આપવા અંગેની જાહેરાત અંગે ફોર્મ ભરવા માટે લિંક https://sportsauthority.gujarat.gov.in/player -registration છે. જેથી જે તે ખેલાડીઓ ઓનલાઈન અરજી 28/02/2024 સુધી કરી શકશે.