મલેકપુર, મહીસાગર લુણાવાડાના એડીશ્ર્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.એટ્રોસીટી કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપીઓને 3 વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ.
મહીસાગર જીલ્લાના બાલાસીનોર તાલુકાના આરોપી સાગરકુમાર બુધાભાઈ ઝાલા અને મનોજભાઈ બધાભાઈ ઝાલાનાઓએ સને 2022માં બાલાસીનોર તાલુકાના ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી જાતિવાચક શબ્દો બોલી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આરોપીઓ વિરૂધ્ધ બાલાસીનોર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્ર્નલ સેશન્સ જજની કોર્ટમાં એટ્રોસીટી કેસ શરૂ થયો હતો. આરોપીઓ વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તર્ફે સરકારી વકીલ ચેતનાબેન જી.જોષીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી એડીશ્ર્નલ સેશન્સ જજ જે.એન.વ્યાસે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ઈ.પી.કો.કલમ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ આરોપી સાગરકુમાર બધાભાઈ ઝાલા ને 1 વર્ષની સખત કેદ અને દંડ અને આરોપી મનોજભાઈ બધાભાઈ ઝાલાને 3 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ આજ રોજ તા.15/02/2024ના રોજ કર્યો