દાહોદ,આજ તા.14/02/2024 ના રોજ દાહોદ જીલ્લામાં પશુપાલન વિભાગ, ગઉઉઇ આણંદ તથા ગછકખ ના સૌજન્યથી અમલીકૃત્ થયેલA-HELP Project અંતર્ગત આયોજીત સ્વસહાય જૂથોના પશુસખીઓની તાલીમ વિધિવત રીતે પુર્ણ થઇ હતી.
ઉકત આયોજીત 16 દિવસ તાલીમ તા. 29/01/2024ના રોજ RSETI તાલીમ કેન્દ્ર, લીમખેડા ખાતે શરૂ કરવામાં આવી હતી. આજ રોજ A-HELP પશુસખી તાલીમના અંતિમ દિવસે પશુપાલન વિભાગનાં (જીલ્લા) પ્રમુખ અધિકારી ડો. ગોસાઇ દ્વારા RSETI તાલીમ કેન્દ્રની મુલાકાત મેળવી પશુ સખીઓને પશુપાલન બાબતે વિવિધ લાભકારી યોજનાઓ તથા પશુ સંભાળની મહત્વની બાબતો સાથે અવગત કઈ રીતે કરવી તેમજ તેના દ્વારા આજીવિકા નિર્માણ કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
ઉપરાંત A-HELP પશુસખી તાલીમના અંતિમ તબક્કામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ દાહોદ જીલ્લાના બેંક ક્ષેત્રના પ્રમુખ અધિકારી લીડ બેંક મેનેજર દ્વારા પશુ સખીઓને બેંક દ્વારા પશુ પાલન ક્ષેત્રે આપવામાં આવતી તમામ નાણાંકીય ધિરાણની યોજનાઓની ઉપયોગી માહિતી તથા તેના થકી થતા લાભોની માહિતી આપી હતી તથા પશુ પાલન વિભાગથી ઉપસ્થિત વિશેષજ્ઞ અધિકારી દ્વારા પણ પશુ માવજત અને તેની સાર સંભાળ વિશે મહત્વની માહિતી પૂરી પાડી પશુ સખીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વધુમાં લીડ બેંક મેનેજર, પશુ પાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ, RSETI તાલીમ કેન્દ્રનાં નિયામક તથા NRLM શાખાના સંકલનકર્તાના હસ્તે પશુ સખીઓને પ્રમાણ પત્રો તથા A-HELP કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ સહિત મોટાભાગના અધિકારીગણે નોંધણીય હાજરી આપી હતી.