દાહોદ,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદની અખબાર યાદી જણાવે છે કે, દાહોદના કાર્યક્ષેત્રમાં જીલ્લા ખાતે કુલ 1202 ટેક્ષ ડિફોલ્ટર મોટરવાહન છે. ગુજરાત મોટરવાહન અધિનિયમ -1958 તેમજ તે અંતર્ગત બનેલા નિયમો મુજબ બાકી રહેલ રોડ ટેક્ષ પર દર માસે 1.5% વ્યાજ લેવા પાત્ર થાય છે. એઆરટીઓ દાહોદ કચેરીના એન્ફોર્સમેંટ અધિકારીઓ દ્વારા ટેક્ષ વગર ફરતા મોટરવાહન ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. ગત સમયમાં 105 જેટલા મોટરવાહન ડિટેઇન કરી 8 મોટરવાહનની હરાજી કરી સરકારી માલિકીના કરી દેવામાં આવેલ છે. આથી ટેક્ષ ભરવાનો બાકી હોય તેવા તમામ મોટરવાહન માલિકને બાકી રોડ ટેક્ષ તાત્કાલિક ભરપાઇ કરવા તેમજ રજીસટ્રેશન રદ કે નામફેરની કાર્યવાહી તાત્કાલિક પુર્ણ કરવા જણાવવામાં આવે છે. આગામી દિવસોમાં બાકી રહેલ મોટરવાહન રોડ ટેક્ષ સબંધિત મોટરવાહન માલિકની પ્રોપર્ટી પર બોજો નાખવાની કામગીરી તેમજ રોડટેક્ષ ભરપાઇ કર્યા સિવાય રોડ પર ફરતુ પકડાશે તો ડિટેઇન કરી હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેની તમામ મોટરિંગ પ્બલિકે નોંધ લેવી. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દાહોદ