દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરની જૈન સમાજની એક યુવતી મુમુક્ષ કુમારી મોક્ષાબેનએ દીક્ષા લીધી હતી. દીક્ષા લેનાર આ યુવતીનો દીક્ષા મહોત્સવ લીમડી નગરમાં યોજાયો હતો. જેમાં તમામ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતી જૈન સમાજની યુવતી મુમુક્ષ કુમારી મોક્ષાબેનએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો અને ગતરોજ લીમડી નગરમાં ઐતિહાસિક દીક્ષા મહોત્સવ યોજાયો હતો. દીક્ષા મહોત્સવને લઈને જૈન સમાજમાં ખૂબ જ ઉત્સાહજોવા મળ્યો હતો. મુમુક્ષ કુમારી મોક્ષાબેન પરેશભાઈ ધોકાએ લીધી દીક્ષા લેતાં જૈન સમાજે આ નિર્ણયને વધાવી લીધો હતો. જૈન સમાજના મોક્ષાબેન પરેશભાઈ ધોકાનો વરઘોડો ધૂમધામથી લીમડી નગરમાં કાઢવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જૈન સમાજના લીમડી ગામના લોકો અને બહાર ગામથી પણ મોટી સખ્યામાં લોકો જોડાયા હતા અને લીમડી ગામના તમામ સમાજના લોકો પણ આ વરઘોડામાં જોડાયા હતા.