દાહોદ,આકા મોલા (ત.ઉ.સ )ની તુલુલ ઉમર ની નિયતસી ના ઉપલક્ષય માં,એમ એન્ડ પી હાઈસ્કૂલ ખાતે આયોજીત વહોરા સમુદાયના ફન્ ફેર પ્રોગ્રામમાં, માનવસેવાના કાર્યો કરતી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ તથા યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં વહોરા સમાજ ના 53 યુવક-યુવતિઓ એ ઉત્સાહપુર્વક રક્તદાન કર્યું હતું. કેમ્પની મુલાકાત વહોરા સમાજના આમીલએ પણ લીધી હતી.
આ પ્રસંગે યુનિટી ફાઉન્ડેશનના સલમાન સાકીર, શકીનાબેન, બુરહાનભાઇ, ખોજેમાભાઈ અને અન્ય હોદ્દેદારો તેમ જ રેડક્રોસ તરફથી જવાહર શાહ, કમલેશ લીમ્બાચીયા, સાબીર શેખ, નરેન્દ્ર પરમાર, નરેશ ચાવડા, મુકુંદ કાબરાવાલા, રજની મોદી અને બ્લડ બેન્કના સ્ટાફ દ્વારા સતત સેવા આપવામાં આવેલ હતી.