વડોદરા બોટકાંડની શીખ પણ ન મેળવીને દેવગઢ બારીયાની એમ.સી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટટેશન વાહનમા જાન જોખમમાં મૂકીને ઘેટાં બકરાની માફક લઈ મુસાફરી કરાવાતા હોબાળો

  • 40 ઉપરાંત વિધાર્થીઓને ખીચોખીચ ખુલ્લા ડાલામા કેમ્પમાં લઈ જવાયા.
  • અસુરક્ષિત ગેરકાયદેસર મુસાફરી કરાવાતા ગંભીર મામલાથી વાલીઓમાં દોડધામ.
  • વડોદરા બોટકાંડની શાહી સુકાઈ નથી ત્યાં દેવગઢબારિયામા ચિંતાજનક કિસ્સો બહાર આવતા શિક્ષણ આલમમાં પ્રશ્ર્નાર્થ સજેે છે – આયોજકોએ બુધ્ધિનું વરવું પ્રદર્શન કર્યું.

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાની એમ.સી. મોદી હાઈસ્કૂલની એન.એસ.એસના શિબિરાથીેઓને ઘેટાં બકરાની માફક ખીચોખીચ જાન જોખમમાં મૂકીને માલવાહક વાહનમાં કેમ્પમાં લઈ જવા ગેરકાયદેસર મુસાફરી કરાવાતા હોવાનો ગંભીર મામલાને લઈને વાલીઓમાં દોડધામ મચી ગઇ છે. જોકે હજુ તો બેદરકારીને કારણે સર્જાયેલ વડોદરા બોટકાંડની શાહી સુકાઈ નથી ત્યાં દેવગઢબારિયામા ચિંતાજનક કિસ્સો બહાર આવતા શિક્ષણ આલમમાં અનેક પ્રશ્ર્નાર્થ સજેે છે.

દાહોદ જીલ્લામાં દેવગઢ બારીયા ખાતે આવેલી એમ.સી મોદી હાઇસ્કુલના એન.એસ.એસ. વિદ્યાર્થીઓનો ભુવલ ગામે આયોજીત વાર્ષિક એન.એસ.એસ વિભાગના કેમ્પમાં ભાગ લેવા શિબિરાથીેઓને સ્થળે લઈ જવા આયોજકોની બુધ્ધિ ચરવા ગઈ હોય તેમ ઘેટાં બકરાંની માફક ભાડે કરેલ માલની હેરાફેરી કરાવતા વહન કરતા વાહનમાં ખીચોખીચ જાન જોખમમાં મૂકીને અસુરક્ષિત અને ગેરકાયદેસર મુસાફરી કરાવાતા હોવાનો ગંભીર મામલો બહાર આવતા ચિંતિત વાલીઓમાં એક તબક્કે દોડધામ મચવાની સાથે શિક્ષણ આલમમાં વિવાદ સર્જાયો છે. જોકે, સરકાર દ્વારા બાળકોની પ્રથમ સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રવાસ કે કાર્યક્રમ અંગે મુસાફરી યોજવાના ઘડાયેલા નિયમોને ઘોળીને સંચાલકો પી જતાં વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. દરેક માતાપિતાના વ્હાલસોયા ગણાતા 40થી વધુ બાળકોને અસુરક્ષિતપણે ખુલ્લેઆમ ટ્રાન્સપોર્ટેટેશન વાહનમાં બેફિકરાઈથી લઈ જવાતા જો ન કરે નારાયણને રસ્તામાં કોઈ સંભવિત આકસ્મિક દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્ર્નાર્થો ચચોઈ રહ્યા છે. આ ગંભીર મામલાની દાહોદ કલેકટરને જાણ કરાતાં તેઓએ તાત્કાલિક અસરથી મામલો ગંભીરતાથી લઈને જરૂરી સૂચનો આપતા જીલ્લા શિક્ષણાધિકારીએ તપાસની ખાતરી આપી હતી. જોકે, હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં આવા બે જવાબદાર અને બેફિકર હાઈસ્કૂલના કેમ્પ સંચાલકો સામે તપાસ સખત કાર્યવાહી થાય છે કે કેમ? અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વડોદરા હરણી તળાવમાં ક્ષમતા કરતાં વધુ વિધાર્થીઓને કોઈ સુરક્ષિત સાધનો વિના હોડીમાં બેસાડવામાં આવતા ખૂબ કરૂણાંતિકા સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ પણ એકશનમાં આવીને જોખમી પ્રવાસ કે મુસાફરી અંગે સખ્તાઈથી ચોક્કસ માગેદશેન નિયમોને અમલ કરવા આદેશો પાઠવાયા છે. ત્યારે દેવગઢ બારીઆની એમ.સી. મોદી હાઈસ્કૂલના એન.એસ.એસ ના શિબિરાથીેઓને અસુરક્ષિત મુસાફરી કરાવીને સરકારની સુચનાની ઐસીતૈસી કરી મનસ્વીપણે નિણેય લેવાયા હોવાનું વાલીઓમાં ચચોઈ રહ્યું છે.