દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડુખળી ગામે 23 વર્ષીય પરણીત મહિલાએ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરથી થોડે દુર કોતરમાં આવેલ આંબાના ઝાડની ડાળીએ ઓડણી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકાના મોડી ખજુરી ગામે કાળીયા ફળિયામાં રહેતા બુધાભાઈ પુનાભાઈ બારીયાની દીકરી અને ડુખળી ગામે વળાંક ફળિયામાં રહેતા અર્જુનભાઈ ભીખાભાઈ પટેલની પત્ની 23 વર્ષીય સુમિત્રાબેને પોતાની સાસરીમાં પરમ દિવસ તા.16મી ફેબ્રુઆરીના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરથી થોડે દુર આવેલા કોતરમાં આંબાના ઝાડની ડાળીએ પોતાની ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ લટકી જઈ જીવતર ટુંકાવી લીધું હતું.
આ સંબંધે મરણ જનાર સુમિત્રાબેનના પિતા મોટી ખજુરી ગામે કાળીયા ફળિયામાં રહેતા બુધાભાઈ પુનાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે આ સંદર્ભે સી.સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.