લુણાવાડામાં નાયબ મામલતદાર 10 હજારની લાચ લેતા એસીબીનાં હાથે રંગેહાથ પકડાયો.

લુણાવાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા જમીનમાં નોંધ પડાવવા માટે અરજદાર પાસેથી 10000 રૂપિયાની લાચ ની માંગણી કરી હતી અરજદાર લાચ આપવા માંગતા ન હોવા હોય જેને લઇ મહીસાગર એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી આજરોજ ના.મામલતદારને દસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

લુણાવાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા પાસે અરજદારે જમીનમાં નોંધ પડાવવા માટે મળ્યા હતા ત્યારે નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા એ નોંધ પડાવવા માટે ₹10,000 ની લાચ ની માંગણી કરી હતી અરજદાર લાચ આપવા માંગતા ન હોય જેને લઇ મહિસાગર જિલ્લા લાંચ રૂશ્વત વિભાગનો સંપર્ક કરી અને મામલતદાર દ્વારા 10,000 રૂપિયાની લાચ અંગેની ફરિયાદ કરી હતી અરજદાર સાથે મળીને મહીસાગર એસીબી વિભાગ એ ટ્રેપ ગોઠવી હતી જે મુજબ આજરોજ મામલતદાર કચેરી લુણાવાડા માં અરજદાર પાસેથી 10000 રૂપિયાની લાચ લેતા નાયબ મામલતદાર જીગ્નેશ પંડ્યા ને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો નાયબ મામલતદાર એસીબીના છટકામાં ઝડપાયો હતો.તેને લઈ અન્ય કર્મચારીઓમાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.