યુપીઆઈની વધતી સ્વીકાર્યતા

હાલમાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓ શ્રીલંકા અને મોરેશ્યસમાં લોન્ચ કરવામાં આવી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા વિકસિત યુપીઆઇ પોતાની અડચણ વગરની, વાસ્તવિક સમયની કાર્યક્ષમતા સાથે આધુનિક બેંકિંગની આધારશિલા રૂપે સાબિત થઈ છે, જે અદ્વિતીય દક્ષતા સાથે મોબાઇલ ફોનના માયમથી આંતર-બેંક લેવડદેવડની સુવિધા પ્રદાન કરે છે. યુપીઆઇ સાથે મળીને ભારતના ‘રૂપે નેટવર્ક’એ વૈશ્વિક કાર્ડ ચૂકવણી સમાધાન રૂપે સ્થાન બનાવ્યું છે, જેની દુકાનો, એટીએમ અને ઓનલાઇન મંચ પર વ્યાપક સ્વીકૃતિ છે. ગયા અઠવાડિયે જ ફ્રાન્સે જાહેર કર્યું હતું કે એફિલ ટાવર જોવા આવનારા ભારતીય પર્યટકો યુપીઆઇ પેમેન્ટ કરીને ટિકિટ ખરીદી શકશે. આ ભાગીદારી ન માત્ર પર્યટક સુવિધાને વધારે છે, બલ્કે દ્વિપક્ષીય સંબંધોને પણ ગતિ આપે છે.

ભારતના યુપીઆઇ પ્લેટફોર્મને અપનાવવાની સમજૂતી સૌથી પહેલાં નેપાળ સાથે થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિભિન્ન દેશો સાથે ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ ટેકનિક સાથે જોડવાની પહેલ ભારતની કૂટનીતિક અને ટેકનિકલ શક્તિને ઉજાગર કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને ઉપનિવેશિક શોષણ છતાં ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોનો સમૃદ્ઘ ઇતિહાસ તેની સ્થાયી વૈશ્ર્વિક પ્રાસંગિક્તાને રેખાંક્તિ કરે છે. આજે યુપીઆઇ જેવી પહેલ આથક સશક્તીકરણ અને સહયોગની દિશામાં કામ કરી રહી છે.

૨૦૧૬માં ભારતમાં યુપીઆઇની શરૂઆતે આર્થિક સમાવેશન અને દક્ષતાના એક નવા યુગની શરૂઆત કરી હતી, જેનાથી લાખો લોકો માટે બેંકિંગ સેવાઓ સુધી પહોંચનું લોક્તંત્રીકરણ થયું. તેને ઝડપથી અપનાવવામાં આવી અને તેની સફળતા ડિજિટલ નવાચારને અપનાવવામાં ભારતની ક્ષમતાને દર્શાવે છે. કેટલાય અયયનો ભારતના ડિજિટલ બેંકિંગ બુનિયાદી માળખાની કેટલાય વિકસિત દેશોની તુલનામાં શ્રેષ્ઠતાની પુષ્ટિ કરે છે, જે તેને ફિનટેક નવાચારમાં અગ્રણી દેશ રૂપે સ્થાપિત કરે છે. પરિણામે વિકાસશીલ દેશ ડિજિટલ પરિવર્તન માટે એક મોડલ રૂપે ભારત તરફ વળી રહ્યા છે, આથક સમાવેશન અને આથક વિકાસને વધારવામાં તેનું અનુસરણ કરવા માગે છે. જેમ જેમ યુપીઆઇનો આંતરરાષ્ટ્રીય સ્તર પર વિસ્તાર થઈ રહ્યો છે, એક ટેકનિકલ મહાશક્તિ અને ડિજિટલ નવાચારના દિગ્ગજ રૂપે ભારતની છબિ વધુ મજબૂત થશે.

એકંદરે યુપીઆઇના માધ્યમથી ડિજિટલ ચૂકવણીમાં ભારતનો પ્રવેશ વૈશ્ર્વિક આથક પરિદૃશ્યમાં એક આદર્શ બદલાવનો સંકેત આપે છે. તેનો લાભ ઉઠાવીને ભારત ન માત્ર પોતાના આથક પથને નવો આકાર આપી રહ્યું છે, બલકે વૈશ્ર્વિક વલણોને પણ પ્રભાવિત કરી રહ્યું છે.