આજ નું રાશિ ભવિષ્ય તારીખ 19 ફેબ્રુઆરી 2024

Aaj-nu-rashifal-

મેષ (અ.લ.ઈ.) :આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી તેમજ સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો.

વૃષભ (બ.વ.ઉ.):કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન (ક.છ.ઘ.):મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવાર-સંતાનોના પ્રશ્ર્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે.

કર્ક (ડ.હ.):યાત્રા-પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે

સિંહ (મ.ટ.):પિતા અથવા વડીલનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે તેમજ પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે.

કન્યા (પ.ઠ.ણ.):પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત.):ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે.

વૃશ્ર્ચિક (ન.ય.):હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.):આર્થિક યોજનાઓ સફળ બનશે અને સન્માન અને ધનનો લાભ મળશે તેમજ સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ.):ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

કુંભ (ગ.શ.ષ.સ.):ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.):મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે અને પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.