હલ્દવાનીમાં તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરનાર IAS વંદના સિંહ વિરુદ્ધ હોબાળો

નવીદિલ્હી નૈનીતાલ ડીએમ વંદના સિંહને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર શનિવારે દિવસભર હોબાળો થયો હતો. તેની શરૂઆત સવારે તેમની વિરુદ્ધ હેશટેગ ’વંદના સિંહની ધરપકડ કરો’થી થઈ હતી. જો કે, બપોર સુધીમાં તેના સમર્થકો પણ ઠ પર વધુને વધુ સક્રિય થયા અને હેશટેગ ’આઈ સપોર્ટ વંદના સિંહ’ પણ ટ્રેન્ડ થવાલાગ્યું હતું. મોડી સાંજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ’ઠ’ પર ડીએમના નિવેદનનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

હલ્દવાની હિંસા અંગે એક્સ પર ટ્રેન્ડ કરી રહેલા ડીએમ વંદના સિંહ વિરુદ્ધ ટિપ્પણી કરતા લોકોએ કહ્યું કે તેણે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી અને તેથી તેની ધરપકડ થવી જોઈએ. વંદના સિંહના સમર્થનમાં આવેલા લોકોએ ટિપ્પણી કરી હતી કે ડીએમએ હિંસાની ચિનગારીને ભડક્તી અટકાવી હતી, જેના કારણે હલ્દવાની શહેર બચી ગયું હતું. શનિવાર સાંજ સુધી આ અંગે ૧.૫ લાખથી વધુ પોસ્ટ અને રિપોસ્ટ આવી હતી. આમાં એવા વપરાશર્ક્તાઓનો સમાવેશ થાય છે જેમણે ડીએમ વિરુદ્ધ અને તેમના સમર્થનમાં ટિપ્પણી કરી હતી. ડીએમ વંદના સિંહે હલ્દવાનીમાં હિંસા અંગે કડક વલણ અપનાવ્યું હતું. કર્ફ્યુ લાદવાની સાથે, તેણે તરત જ તોફાનીઓને જોતા જ પગમાં ગોળી મારવાનો આદેશ આપ્યો.

બાદમાં મુખ્યમંત્રી ધામીએ ઈન્સ્ટાગ્રામ પર ડીએમનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ડીએમ વંદના સિંહ બાણભૂલપુરા સ્થિત મલિકના બગીચામાં અતિક્રમણમાંથી મુક્ત કરાયેલી જમીન અંગે સરકારની યોજના વિશે માહિતી આપી રહ્યા છે. આ વીડિયોમાં ડીએમ કહી રહ્યા છે કે ખાલી પડેલી જમીન પર પોલીસ સ્ટેશન ખોલવાની સાથે તે ગૌલા નદીમાં ખાણકામ કરતા મજૂરોના બાળકો માટે મુસ્કાન અને આંગણવાડી કેન્દ્ર પણ બનાવશે. જિલ્લા ખાણ ખનિજ સમિતિની બેઠકમાં પણ આ કામની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

સીએમ પુષ્કર ધામીએ બાણભૂલપુરાની સમગ્ર ઘટનામાં ડીએમ વંદના સિંહની ભૂમિકાને સમર્થન આપ્યું હતું. આ પછી વંદના સિંહના સમર્થનમાં પોસ્ટની સંખ્યા ઝડપથી વધી. જો કે મોડી સાંજ સુધી તેના વિરોધમાં પોસ્ટ ચાલુ રહી હતી.

નૈનીતાલના ડીએમ વંદના સિંહે કહ્યું, ’એ વાત સામે આવી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મારી વિરુદ્ધ ચાલી રહેલું હેશટેગ કેમ્પેઈન ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ શરૂ કર્યું હતું. સત્યનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં પહોંચેલી ફેક્ટ ફાઇન્ડીંગ ટીમના સભ્યો મને મળ્યા પણ નહોતા અને ફોન પર પણ કોઈ માહિતી લીધી ન હતી. આ સભ્યો વિસ્તારના ઉલેમા અને બૌદ્ધિકોને મળ્યા વિના જ ચાલ્યા ગયા હતા.