સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી માઈક પ્રોક્ટરનું નિધન

સાઉથ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડરોમાંના એક માઈક પ્રોક્ટરનું નિધન થયું છે. પ્રોક્ટર સાઉથ આફ્રિકા તરફથી 3 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ ICC મેચ રેફરી બન્યા હતા.

ઓલરાઉન્ડર માઈક પ્રોક્ટર એવી કેટગરીમાં આવનાર ખેલાડી હતો. સાઉથ આફ્રિકાના આ ક્રિકેર 17 ફેબ્રુઆરીના રોજ ડરબનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે 77 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્ટની સર્જરી દરમિયાન માઈક પ્રોક્ટરની તબિયત લથડી હતી જેના કારણે તેનું મૃત્યું થયું છે. પ્રોક્ટરના નિધનથી આખા ક્રિકેટ જગતમાં શૌકનો માહોલ જોવા મળી રહ્યો છે.

માઈક પ્રોર્ટરે 3 વર્ષમાં સાઉથ આફ્રિકાની 7 ટેસ્ટ મેચ રમી તેમાંથી એક પણ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો નથી. 7 માંથી 6 ટેસ્ટ સાઉથ આફ્રિકાએ જીતી હતી. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. માઈક પ્રોક્ટરની બેસ્ટ બોલિંગ ફીગર સાઉથ આફ્રિકા માટે રમી છે. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 73 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમની 323 રનથી મોટી જીતની સ્ક્રિપ્ટ લખી હતી.

માઈક પ્રોક્ટરની પત્ની જે એક જાણીતી ટેનિસ સ્ટાર રહી ચૂકી છે. તેમણે સાઉથ સાઉથ આફ્રિકાની વેબસાઈટ ન્યુઝ 24ને પોતાના પતિના મૃત્યુની જાણકારી આપી. તેમણે કહ્યું કે, કઈ રીતે હાર્ટ સર્જરી દરમિયાન કેટલીક પરેશાનીઓ આવી. જેમાં તેમણે કાર્ડિએક અરેસ્ટ આવ્યો અને તેનું નિધન થયું પત્નીએ જણાવ્યું કે, તેઓ બેહોશ થયા ત્યારબાદ તેમને હોશ જ ન આવ્યો.

માઈક પ્રોક્ટર વર્ષ 2022 થી 2008 સુધી આઈસીસીના મેચ રેફરી પણ રહી ચૂક્યા છે. પરંતુ તેનો રેફરીનો કાર્યકાળ વિવાદોથી ભરેલું રહ્યું છે. જે સૌથી મોટો વિવાદ રહ્યો છે.તેમના કાર્યકાળ દરમિયાન ઉભો થયેલો સૌથી મોટો વિવાદ 2006માં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ઓવલ ટેસ્ટમાં જોવા મળ્યો હતો. આ ટેસ્ટના ચોથા દિવસ પાકિસ્તાન પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમણે મેચ રમવાની ના પાડી દીધી હતી. 2008માં હરભજન સિંહ પર પ્રતિબંધ મૂકનાર રેફરી પણ માઈક પ્રોક્ટર હતા.