ખાલિસ્તાની અમૃતપાલ જેલમાંથી ઘડતો હતો મોટું ષડયંત્ર:બેરેકમાંથી મળી અનેક ખતરનાક વસ્તુઓ

આસામ, આસામની સેન્ટ્રલ જેલની સુરક્ષામાં મોટો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. પંજાબના ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ આ જેલમાં બંધ છે. અલગતાવાદી નેતા વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેમના નવ સહયોગીઓ પણ હાલમાં ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના સેલમાંથી આજે એક સ્પાય કેમેરો, એક સ્માર્ટફોન, કીપેડ ફોન, પેન ડ્રાઈવ, બ્લૂટૂથ હેડફોન અને સ્પીર્ક્સ, એક સ્માર્ટવોચ અને બીજી ઘણી વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે.

ટ્વિટર પર માહિતી આપતા આસામના ટોચના પોલીસ અધિકારી જીપી સિંહે પોસ્ટ કર્યું છે કે, ’આસામની ડિબ્રુગઢ જેલમાં NSA કેદીઓના સંદર્ભમાં દ્ગજીછ સેલમાં અનધિકૃત ગતિવિધિઓ થઈ રહી હોવાની માહિતી મળી હતી. એનએસએ બ્લોકના જાહેર વિસ્તારમાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિઓની પુષ્ટિ કરતું ઇનપુટ પ્રાપ્ત થયું હતું. તેના આધારે જેલના કર્મચારીઓએ આજે સવારે દ્ગજીછ સેલના પરિસરમાં તપાસ કરી હતી, જેમાંથી સિમ સાથેનો સ્માર્ટફોન, એક કીપેડ ફોન, કીબોર્ડ સાથેનો ટીવી રિમોટ, સ્પાય-કેમ પેન, પેન ડ્રાઈવ, બ્લૂટૂથ હેડફોન અને સ્પીકર મળી આવ્યા હતા.

સિંહે આગળ લખ્યું, ’આ ઉપરાંત એક સ્માર્ટ વોચ જે જેલ સ્ટાફ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ અનધિકૃત વસ્તુઓ લાવવાના સ્ત્રોત અને પદ્ધતિઓ શોધી કાઢવામાં આવી રહી છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પુનરાવૃત્તિ અટકાવવા યોગ્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.