
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના રાજકારણ ગરમાયેલુ છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથના ભાજપમાં સામેલ થવાની ચર્ચા છે. આ વચ્ચે કમલનાથનું ફરી એક વખત નિવેદન સામે આવ્યું છે. એમ પૂછવામાં આવતા કે શું તે ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે. જવાબમાં કમલનાથે કહ્યું કે, આવું કઇ હશે તો તમને ખબર પડી જશે પરંતુ હજુ કોઇની સાથે વાત થઇ નથી.
મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મીડિયાએ ભાજપમાં જવાનો સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું, હું કાલે પણ તમને જણાવી ચુક્યો છું કે જો આવું કઇ થશે તો હું સૌથી પહેલા તમને જણાવીશ પરંતુ અત્યારે તો હું એક તીરમીમાં જઇ રહ્યો છું, તમારે પણ આવવું હોય તો ચાલો.
કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળો પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે મારી કમલનાથ સાથે સતત ચર્ચા થઇ રહી છે, કોંગ્રેસ નેતૃત્વની પણ સતત ચર્ચા થઇ રહી છે. દિગ્વિજયે કહ્યું કે તેમના જેવો વ્યક્તિ જેમણે કોંગ્રેસ સાથે શરૂઆત કરી, જેમણે આપણે બધા ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર માનતા હતા, તેમણે હંમેશા કોંગ્રેસનો સાથ આપ્યો છે, તે કોંગ્રેસના સ્તંભ રહ્યાં છે. દિગ્વિજય સિંહે કહ્યું, કમલનાથને ક્યુ પદ મળ્યું નથી? તે કેન્દ્રમાં મંત્રી મંડળ, છૈંઝ્રઝ્રમાં મહામંત્રી, પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી રહ્યા, માટે મને નથી લાગતું કે તે પાર્ટી છોડશે. મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળો વચ્ચે ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે કમલનાથની ભાજપમાં સામેલ થવાની અટકળો ખોટી છે. ૧૯૮૪ શિખ વિરોધી રમખાણના આરોપી કમલનાથ માટે ભાજપમાં કોઇ જગ્યા નથી.
બગ્ગાએ કહ્યું, ’કમલનાથ ૧૯૮૪ શિખ વિરોધી રમખાણના આરોપી છે, તેમના વિરૂદ્ધ કેટલાક સાક્ષી છે. મારા દ્વારા આઠ દિવસના ઉપવાસ કરવામાં આવ્યા બાદ કમલનાથ વિરૂદ્ધ SIT ની તપાસ શરૂ કરવામાં આવી હતી. રકાબગંજ ગુરૂદ્વારાને સળગાવવા પાછળ તે વ્યક્તિ છે, જે ૯માં ગુરૂ શ્રી ગુરૂતેગ બહાદુરજીની યાદમાં બનાવવામાં આવ્યું હતું. ભાજપના નેતાએ કહ્યું, મે સીનિયર નેતાઓ સાથે વાત કરી છે અને તેમણે કહ્યું કે ભાજપમાં કમલનાથ માટે દરવાજા બંધ છે. હું હંમેશાથી કમલનાથ વિરૂદ્ધ રહ્યો છું અને તેમના પુત્ર નકુલનાભાજપમાં સામેલ થવા પર મને કોઇ આપત્તિ નથી.