જૂનાગઢ, માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત થયુ છે. તેમાં રમતા રમતા ૨ વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં ખાબકી હતી. પીપળી ગામે આ ઘટના બની છે.
૧૦ મહિનાથી મજૂરી કરવા આવેલ શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીના મોતના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઇ છે. રમતાં રમતાં પાણીમાં બાળકી ખાબક્તા મોત મામલે પોલીસે ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું હતુ. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું હતુ. તેમાં ૨ વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.
શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો હતો. તેમાં બાળકનો આબાદ બચાવ થયો હતો. તેમજ બાળક પટકાતા ઇજા પહોંચી હતી. તેથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.