તાંત્રિક વિધિમાં છેતરાઈ: પુત્રપ્રેમમાં આંધળી બનાવેલી મહિલાએ લાખો રૂપિયા અને શરીરનો ભોગ આપ્યો

અમરેલી, રાજકોટની એક પરણીતાને અમરેલીના તાંત્રિકે ફસાવીને બળાત્કાર કરી રૂપિયા પડાવી મોટી છેતરપિંડી આચરવામાં આવી છે

રાજકોટની એક મહિલાને અમરેલીના તાંત્રિકે કેવી રીતે ફસાવી? શા માટે તે વિજ્ઞાન જાથાના આશરે ગઈ તેમની સાથે દુષ્કર્મ આચારી મોટી રકમ ભુવાએ તેમની પાસેથી પડાવી લીધી. પુત્ર પ્રેમમાં અંધ બનેલી મહિલા અંધશ્રદ્ધામાં ફસાણી આ તમામ ઘટનાનો પર્દાફાશ રાજકોટના વિજ્ઞાન જાથાએ કર્યો. વિજ્ઞાન જાથાએ ચેરમેન જયંત પંડ્યાએ આ પરણીત છૂટાછેડા થયેલી મહિલાની આપવીતી સાંભળી અને આ તાંત્રિક ગેંગનો પડદાફાશ કર્યો અને પોલીસનો સહારો અને સહકાર મેળવી મહિલાને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં અનેક લોકો અંધ શ્રદ્ધાના શિકાર બન્યા છે અને ફસાઈ જાય છે.

અમરેલીનો તાંત્રિક અને વિસાવદરનો રાવળદેવ આ રાજકોટની મહિલાને ફસાવી હતી. હવસનો શિકાર બનાવી ઉપરાંત જુદી જુદી જગ્યાએથી જુદા જુદા વિધિના બહાના હેઠળ ત્રણ લાખ જેવી રકમ આ મહિલા પાસેથી પડાવી હતી. જે બાબતની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે આ અમરેલી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ પણ કરી છે. રાજકોટની મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. તેને સંતાનામાં ત્રણ વર્ષનો દીકરો છે. આ બાળકની મહિલાને ખૂબ જ યાદ આવતી હતી અને તેમનું મોઢું જોવાની ઈચ્છા હતી, તેમનો બાળક તેમની પાસે આવે તેવુ માતા ઈચ્છતી હતી. તેથી તે તાંત્રિકની માયાજાળમાં આવી ગઈ હતી. અંધશ્રદ્ધામાં ફસાયાની જાણ અમરેલી એસપી હીમકરસિંહ અને તાલુકા પીઆઇ સમક્ષ રજૂ કરતા ત્રણ પુરુષો અને એક મહિલાને તાત્કાલિક દબોચી લેવાયા છે. તમામે પોતાનો ગુનો પણ કબૂલ કર્યો છે.

સમગ્ર ઘટના વિશે અમરેલી ડીવાયએસપીએ જણાવ્યું કે, રાજકોટના ભોગ બનનાર મહિલાને તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા હતા અને તેમના ત્રણ વર્ષનું બાળક તેમના પતિ સાથે રહેતું હતું. આ ઘટનાને લઇ અને તેમના ઘરમાં પણ કલેશ થતો હતો ત્યારે ભારતીબેન નામની એક વ્યક્તિ આ મહિલાને એવું કહે છે કે તમારા ઘરમાં કોઈ વળગાડ છે, તેને દૂર કરવા માટે મુકેશભાઈ નામના મારા જમાઈ જે છે તે તાંત્રિક વિધિ જાણે છે અને તે અમરેલીમાં રહે છે, તે તમારો આ વળગાડ અને પ્રશ્ર્ન દૂર કરી આપશે. તે મહિલાએ મુકેશનો સંપર્ક કરાવ્યો હતો. મુકેશ અને તેમના પત્ની રાધિકા દ્વારા અલગ અલગ જગ્યાએ વિધિ કરાવી અલગ અલગ રકમો પડાવી લીધી હતી.

થોડાક મહિના બાદ મુકેશે એવું જણાવ્યું કે આ વળગાળ ખૂબ જ ભારે છે અને તે મારાથી હવે દૂર થઈ શકે તેમ નથી માટે હવે આપણે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે. ત્યારબાદ વિસાવદર ખાતે રહેતા સુરેશ રાવળ નામના ભુવા સાથે વાતચીત શરૂ કરવામાં આવી અને વિસાવદર ખાતે રહેતા સુરેશ રાવળ નામના વિધિના નામે પૈસા પડાવ્યા અને આ કહાનીમાં દિનેશ રીબડીયા નામનો એક વ્યક્તિ પણ સામેલ થયો. આમ કુલ પાંચ વ્યક્તિઓ જેમાં તાંત્રિક મુકેશ અને તેમની પત્ની રાધિકા રાવળદેવ ભૂવો સુનિલ તથા દિનેશ રિબડીયા અને ભારતી તેમજ ૧ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ તમામ દ્વારા અંધશ્રદ્ધા ફસાવી.

છેવટે આ ટોળકીએ મહિલાને એવું જણાવ્યું કે આ કામ ખૂબ જ અઘરું છે અને તમારા દીકરાનો જીવ જોખમમાં હોય તેમને બચાવવું હોય તો તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે તેમ કહી આ દુષકૃત્ય આચરવામાં આવ્યું. આમ આ પાંચ લોકો અને એક અજાણી વ્યક્તિ સામે દુષ્કર્મ ઠગાઈ સહિતના વિવિધ કલમો ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ હાલમાં પાંચ પૈકી ચાર વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આમ, પુત્ર પ્રેમમાં એક મહિલાએ લાખો રૂપિયા અને પોતાના શરીરનો ભોગ આપી અંધશ્રદ્ધામાં ફસાઈ હોવાનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે ત્યારે આવી અંધશ્રદ્ધામાં અનેક લોકો ફસાય છે અને છેવટે નિષ્ફળતા જ મળે છે ત્યારે આજના યુગમાં લોકોમાં ક્યારેય જાગૃતિ આવશે તેવો પ્રબુદ્ધ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.