
સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં ૧૫ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ નું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ ડીલ કુલ ૨૯ હજાર કરોડ રૂપિયાની હશે.
સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત કંપની સાથે ૧૭૫૨.૧૩ કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ હેઠળ ૪૬૩, ૧૨.૭ એમએમ રિમોટ કંટ્રોલ ગનનું નિર્માણ કરવામાં આવશે. આ બંદૂકો નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનોને પણ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના આ સોદાઓ ભારતની દરિયાઈ શક્તિમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે. ડીલ હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને એરબસ સંયુક્ત રીતે એરક્રાફ્ટ નું ઉત્પાદન કરશે. આ એરક્રાટ આધુનિક રડાર અને સેન્સરથી સજ્જ હશે. આ ડીલ પૂર્ણ થયા બાદ નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડની દેખરેખ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. ચીન જે રીતે હિંદ મહાસાગરમાં પોતાની શક્તિ વધારી રહ્યું છે તે જ રીતે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર પણ હુમલા વધી રહ્યા છે.
ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા દખલ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર વધતા હુમલાના પડકારને પહોંચી વળવા માટે તેની ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. હવે આ ડીલથી નેવીની તૈયારીઓને વેગ મળવાની આશા છે. ભારતીય વાયુસેના દ્વારા પ્રાપ્ત પ્રથમ ઝ્ર-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવ્યું હતું. આ ડીલ હેઠળ ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે અને બાકીના ૪૦ એરક્રાફ્ટ ટાટા દ્વારા ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવશે.