અમદાવાદ, ગુજરાતમાં હાલ લોકો બેવડી ૠતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઉત્તર પૂર્વીય પવનોને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો.
રાજ્યમાં ૨૪ કલાકમાં નોંધાયેલ તાપમાનમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૧૭.૯ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું ૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
દરમિયાન રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩૬ કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને યુપી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સાથે પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આઇએમડી અનુસાર, ૧૯મીથી ૨૧મી સુધી વરસાદની સંભાવના છે. આ તરફ યુપીના ઘણા શહેરોમાં ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌ, અયોયાથી કાનપુર સુધી ધુમ્મસ રહેશે. આજે પણ ગાઢ ધુમ્મસ હતું. તે જ સમયે, આગામી એક-બે દિવસ સુધી હળવું ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે. બિહારમાં ઠંડી અને ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સવારે અને સાંજે ઠંડીની અસર વધુ જોવા મળશે.