મુંબઈ: લોકમત અખબાર તરફથી દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને મહારાષ્ટ્રીયન ઓફ દ ઈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. મહારાષ્ટ્રીય ઓફ દ ઈયર પુરસ્કાર સમારંભ ગુરુવારે 15 ફેબ્રુઆરીએ મુંબઈના ગેટવે ઓફ ઈંડિયા પર આયોજીત કર્યો હતો. કેટલાય ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં રિલાયંસ રિટેલ વેંચર્સ લિમિટેડ અને રિલાયંસ ફાઉંડેશનની સાથે સાથે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના બોર્ડના સભ્ય ઈશા અંબાણીને મહારાષ્ટ્રીયન ઓફ દ ઈયર વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
મહારાષ્ટ્રીયન ઓફ દ ઈયર એવોર્ડ સમારંભમાં મુકેશ અંબાણી, અજય પીરામલ, આનંદ પીરામલ, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત કેટલાય ગણમાન્ય લોકો સામેલ થયા હતા. આ અવસર પર ઈશા અંબાણીએ એવોર્ડ સ્વીકાર કર્યા બાદ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. મને આપેલા સન્માન અને પુરસ્કાર માટે આપ સૌનો આભાર. આ પુરસ્કાર મારા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે મારી માતા નીતા મુકેશ અંબાણી, જે મારી સૌથી મોટી આદર્શ અને પ્રેરણા છે, ને પણ 2016માં આ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અમારા પરિવાર માટે મહારાષ્ટ્ર અમારાથી ઘર કરતા પણ ક્યાંય વધારે છે. ઈશા અંબાણીએ કહ્યું કે, આ અમારી કર્મભૂમિ છે.ઈશા અંબાણીએ આગળ કહ્યું કે, મારા પિતા મુકેશ અંબાણીએ પોતાના કામથી અમને શિખવાડ્યું છે કે, જો તમે મોટા બનવા માગો છો કે આપે આકરી મહેનત કરવી પડશે અને તમે જે પણ કરો, તેમાં તમે સર્વશ્રેષ્ઠ આપો. પિતાના આ શબ્દો અને તેમનું કામ અમને પ્રેરણા આપે છે. અપાયેલો આ પુરસ્કાર સમગ્ર રિલાયંસ પરિવારનો છે. સાથે જ મારા પતિ આનંદ પીરામલ અને સસરા અજય પીરામલને પણ ધન્યવાદ જે હંમેશા મારી સાથે ઊભા રહે છે. ઈશાએ કહ્યું કે, હું જેટલું શક્ય હોય તેટલું મોટા લોકોથી શિખવાની કોશિશ કરીશ અને આગળની પેઢીને શાનદાર ભવિષ્ય આપવાની કોશિશ કરીશ.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજીંગ નિદેશક મુકેશ અંબાણીની દિકરી ઈશાને રિલાયંસ રિટેલના વિવિધ પ્રારુપોમાં વિસ્તારિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે રિલાયંસ રિટેલ માટે ડિજિટલ ફ્રુટપ્રિન્ટના વિસ્તારનું નેતૃત્વ કર્યું છે અને ઈ કોમર્સ વ્યવસાય ajio અને ઓનલાઈન બ્યૂટી પ્લેટફોર્મ ટીરા લોન્ચ કર્યું છે.