૨૦થી વધુ વિદ્યાર્થીવાળા કોચિંગ સેન્ટર્સ રહેણાંક વિસ્તારમાંથી ખસેડો: હાઇકોર્ટ

નવીદિલ્હી, રહેણાંક વિસ્તારોમાં કોચિંગ સેન્ટર્સના કારણે થતી પરેશાની દેશના લગભગ દરેક મોટા શહેરની સમસ્યા છે ત્યાં દિલ્હી હાઇકોર્ટે આવા કોચિંગ કલાસને કોમશયલ વિસ્તારમાં ખસેડવાનો ચુકાદો આપ્યો છે. ૨૦ થી વધુ વિદ્યાર્થી ધરાવતા કોચિંગ સેન્ટર્સને રહેણાંક વિસ્તારમાં કામ નહીં કરવાનો આદેશ અપાયો છે.

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પિટિશન અંગે સુનાવણી કરતી વખતે કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અયક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યુ હતુ કે, ’રહેણાંક ઇમારતમાં કાર્યરત કોચિંગ સેન્ટર્સનું સંચાલન વિદ્યાર્થીઓના જીવના જોખમે કરાય છે.

આવી ઇમારતોમાં બે નિસરણી સહિતનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતુ નથી.’ કોર્ટે કોચિંગ ફેડરેશનને કહ્યુ હતુ કે ’હજારો વિદ્યાર્થીઓ તમારા વર્ગોમાં આવે છે. તમારે રેસિડેન્શિયલ બિલ્ડિગમાં સેન્ટર ચલાવવું જોઇએ નહી. તમારા વર્ગ કોમશયલ બિલ્ડિગમાં ખસેડો’ જજ મનમીત અરોરાએ જણાવ્યુ હતુ કે, તેમ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦ થી વધુ હોય તો તમે રહેણાક વિસ્તારમાં કામ કરી શકો નહીં.

કોચિંગ ફેડરેશને કોર્ટને કોચિંગ સેન્ટર્સને ’એજ્યુકેશનલ બિલ્ડિગ્સ’માં સામે કરવા માંગ કરી હતી. જેમાં તેમણે ફાયર સેફટી માટે ચોક્કસ પગલા લેવા જરૂરી હોય છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) એ તેના ’યુનિફાઇડ બિલ્ડિગ બાય લો ૨૦૧૬’માં ફેરફાર કર્યો હતો અને ’એજ્યુકેશનલ બિલ્ડિગ’ને કોચિંગ સેન્ટર્સમાં સામેલ કર્યા હતા. કોર્ટે કોચિંગ સેન્ટર્સની ફાયર સેફટીના મુદ્દાની સુનાવણી અન્ય ડિવિઝન બેન્ચ દ્વારા કરવા શુક્રવારની મુદ્દત આપી હતી.