કોલકતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની એક ટીમ પશ્ર્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અને જેલમાં બંધ તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટરજીના નજીકના સહયોગીઓના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડ અંતર્ગત આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
વર્ષ ૨૦૨૨માં ઈડીએ પાર્થ ચેટરજીની સ્કૂલ સવસ કમિશન કૌભાંડના સંબંધમાં ધરપકડ કરી હતી. તેની સહયોગી અપતા મુખર્જીના ઘરેથી ૨૧ કરોડ રૂપિયા રોકડા અને ૧ કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી મળી આવ્યા બાદ પાર્થની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રએ કહ્યું, ’ઈડી રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીના નજીકના સહયોગીના ઘરે દરોડા પાડી રહી છે. શિક્ષક ભરતી કૌભાંડ અંતર્ગત આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યના વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળની સરકારી નોકરીઓના વેચાણની સાંઠગાંઠ ખૂબ જ સક્રિય છે. તેણે તેના સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ પણ શેર કરી છે. આ ક્લિપમાં, કાલિપદા પાટી, ટીએમસીના નેતાઓ પાર્થ ચેટર્જી અને માણિક ભટ્ટાચાર્ય અને એક એજન્ટ વચ્ચેની વાતચીત છે. ક્લિપમાં એવું સંભળાય છે કે એજન્ટ કહી રહ્યો છે કે તેણે સરકારી શાળામાં શિક્ષકની પોસ્ટ માટે ૧૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેની નિમણૂક માટે કોઈ ફોન આવ્યો ન હતો.
શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં હજુ પણ શિક્ષક ભરતી કૌભાંડ સક્રિય છે. તેણે પોતાની પોસ્ટમાં સીબીઆઇ અને ઈડીને ટેગ કરીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ઈડ્ઢએ કેન્દ્રીય દળો સાથે મળીને એક બિઝનેસમેનની ઓફિસ અને તેના ત્રણ લેટ પર દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં બિલ્ડલે મહત્વની ભૂમિકા ભજવી છે. એવું લાગે છે કે આ વ્યક્તિએ પાર્થ ચેટરજીને કૌભાંડમાંથી મળેલા નાણાંને વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકવામાં મદદ કરી છે.