કાલોલના મધવાસ ચોકડી પાસે ફોરવ્હીલ ચાલકે બાઈકને ટકકર મારતાં બાઈક ચાલકનું મોત

કાલોલ, કાલોલ તાલુકાના મધવાસ ચોકડી પાસે હાલોલ થી ગોધરા તરફ જતી સ્વીફટ કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી મધવાસ ગામના રહિશ બાઈક ઉપર રસ્તો ક્ોસ કરતા હતા. દરમિયાન બાઈકને ટકકર મારી બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મધવાસ ચોકડી પાસે હાલોલ થી ગોધરા તરફ જતી સ્વીફટ કાર નં.જીજે.21.એકયુ.2393ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી બાઈક નં.જીજે.17.એએસ.3996ના ચાલક ગણપતસિંહ ભારતસિંહ પરમાર (રહે. મધવાસ ચોકડી) ધરેથી મધવાસ જુના ગામે રામાપીરના પાટમાંં ગયેલા હતા. અને પાઠ પુરો થતાં બાઈક લઈને ધરે જવા નિકળેલ હતા અને બાઈક ઉપર રસ્તો ક્રોસ કરતા હતા. દરમિયાન સ્વીફટ કારના ચાલકે બાઈકને ટકકર મારી અકસ્માત કરતાં ગણપતસિંહ પરમારને માથાના પાછળના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.