મહીસાગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, લુણાવાડા-મહીસાગર દ્વારા તારીખ:28-02-2024 ના રોજ સવારે 10:00 કલાકે રાજપૂત સમાજની વાડી, કોટેજ ચોકડી, લુણાવાડા, મહીસાગર ખાતે મહિલા તથા પુરૂષ ઉમેદવારો માટે જીલ્લાકક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો/ એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ સ્વ રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે.
જેમાં ઉમેદવારોને રોજગારલક્ષી સ્વ રોજગારલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં મહીસાગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
ધોરણ 10 પાસ , ધોરણ12પાસ આઈ.ટી.આઈ (ટેકનીકલ ટ્રેડ), ડીપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 થી 32 વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર માં રોજગારીની તક આપવામાં આવશે. આ ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે.ઔધોગિક રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.