ગરબાડા, ગરબાડા તાલુકા પંચાયત કચેરીની આગળ આંગણવાડી વર્કરો સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે 2022માં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે કર્યો નથી તેમજ 60 વર્ષ વઈ મર્યાદા કરવાવી , ફરીથી એકવાર જિલ્લા ફેર બદલી કરવી, તેમજ કેન્દ્ર સરકારને ICDS અને આરોગ્ય વિભાગની યોજના હતી. તેમ છતાં 2018 પછી પગાર વધારો કર્યો નથી. તેમજ કેન્દ્ર સરકારે બજેટમાં આયુષ્માન કાર્ડ માં સમાવેશ કરવા અને કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ પાંચ વર્ષ થયા હવે ચાલતા નથી. તેની જગ્યા ઉપર નવા મોબાઈલ ફાળવવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે તેમજ રજીસ્ટર અથવા મોબાઈલ બે માંથી એક જ કામગીરી કરાવવામાં આવે અને બાળકોના પૂરક આહાર દરમાં સુધારો કરવા, હેલ્પરના પગારમાં 50% ને બદલે 75% પગાર વધારો આપે તેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને ઈઉઙઘને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.