ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા ગામની સર્વે નં.54/10 વાળી જમીનમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી તેના સાચા તરીકે કરી ગુના આચરતા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં મુખ્ય આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. તેની સુનાવણી હાથ ધરતાં જામીન અરજી નામંજુર કરાઈ.
ગોધરા તાલુકાના લીલેસરા ગામની સર્વે નં.54/10વાળી ખેતી ઉપયોગી જમીન ફરિયાદીના પિતાના ફોઈ હસીમામુસા આલમના નામે આવેલ હોય જે જમીનમાં ફરિયાદના પિતામાં ફોઇ 1926ની સાલમાં વેચાણ હકકથી દાખલ થયા હતા. 7/12માં નામ ચાલુ હતી અને 1955માં પાકિસ્તાન ખાતે જતા રહેલ હતા અને આ સર્વે નંબરવાળી જમીન ફરિયાદીના પિતાના ફોઇના નામે ચાલુ હતી અને સાબેરાબીબી હાફીજ ઈબ્રાહીમની દિકરીને અબ્દુલ રઝાક સાબુની પત્ની જમીનમાંં પોતાના નામે વારસાઈ કરેલ હોવાનું જણાઇ આવતા તપાસ કરતાં સર્વે નં.54/10વાળી જમીન નોંધ નં.10298 સાબેરાબીબી હાફીજ ઈબ્રાહીમ તે અબ્દુલ રઝાક સાબુના નામે થયેલ જે આધારે કલેકટર કચેરીમાં અરજી કરેલ હતી. જેમાં આરોપીઓ સાબેરાબીબી, સુલેમાન અબ્દુલ સત્તાર કુરકુર, મોહસીન ઈસ્માઇલ ભટુક, શોકત સિદ્દીક જુજારા, સોહેબ સુલેમાન કુરકુર એ જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજો બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કરી ગુના કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી સાબેરાબીબી હાફીઝ ઈબ્રાહીમ બિદાની તે અબ્દુલ રઝાક સાબુની પત્નીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. તે જામીન અરજીની સુનાવણી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ દલીલો કરતાં દલીલોને ગ્રાહય રાખી સાબેરાબીબીની જામીન અરજી નાંમુજર કરવામાં આવી.