રાજકોટ, રાજ્યમાં અવારનવાર અખાદ્યનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટના રામનાથ પરા વિસ્તારમાંથી ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. જેમાં ૧૨૦૦ કિલો જેટલો ચોકલેટનો જથ્થો મનપાની ટીમે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર કોઈપણ જાતની બ્રાન્ડ વગરની ચોકલેટ ઝડપી પાડવાની છે. શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.
બીજી તરફ આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે ૫,૨૦૦ કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો હતો. તો દાઝેલુ તેલ,ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે અધિકારીઓ એકમ પર પહોંચ્યા ત્યારે મોટાપાયે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી.