સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેંડુલકરે તાજમહેલની મુલાકાત લીધી

આગ્રા, ક્રિકેટર સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેંડુલકર આગ્રા પહોંચી ગયા છે. અહીં તેણે તાજમહેલ જોયો. આ દરમિયાન માસ્ટર બ્લાસ્ટરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક રહી હતી. જ્યારે તાજમાં આવેલા પ્રવાસીઓએ તેને જોયો તો તેઓ સેલ્ફી લેવા માટે તેની તરફ દોડ્યા, પરંતુ સુરક્ષાકર્મીઓના ઘેરામાં ઘૂસી ન શક્યા.

વેલેન્ટાઈન ડેના એક દિવસ બાદ સચિન તેંડુલકર પત્ની અંજલિ તેંડુલકર સાથે તાજમહેલ પહોંચ્યો હતો. તેને જોઈને ત્યાં ચાહકોની ભીડ ઉમટી પડી હતી. સચિને તેની પત્ની સાથે ડાયના બેન્ચ પર બેસીને ફોટોશૂટ કરાવ્યું હતું.